શનિવાર, 16 મે, 2009

આવે જો વિતેલી ક્ષણો પાછી

માગીએ …..પણ વીતેલી ક્ષણો આવતી નથી પાછી
આપી પણ દેશે આપનાર તો કાઢીશુ જીદંગી એવીજ પાછી
કરીશુ વાદાખોદ હર સમય જેમ કરતા હતા
ઝગડીશુ પોતાઓ સાથે અને વિનવીશુ લઈલે આ ક્ષણો પાછી
બચપણ આપે પાછુ રમવાની આવતી મઝા
ભણવાનુ નામ પડ્યે કહી પડીશુ લઈલે આ ક્ષણો પાછી
વીતેલી ક્ષણોથી શીખાય છે ઘણુ બધુ જીવનમા
ઇતિહાસ રચવો હોય તો ન માગો આ ક્ષણો પાછી
વીતેલી ક્ષણોની યાદ છે તો નિશિત જીવાય છે જીદંગી
આવશે એ ક્ષણો તો ભુતકાળ બની રહશે જીદંગી પાછી

' નીશીત જોશી '

શુક્રવાર, 15 મે, 2009



કાન્હા તારી મોરલીના સુર મીઠા
અને રાધાના બોલ પણ મીઠા,
તુ નચાવે તા તા થૈયા
અને રાધા ગાય બાંકે કનૈયા,
વૃદાવનમા તુ રાસ રચૈયા
અને રાધા જમના તટે થાય ભાનભુલૈયા

નીશીત જોશી

ગુરુવાર, 14 મે, 2009

જમાનો તે કેવો આવ્યો ભાઇ

જમાનો તે કેવો આવ્યો ભાઇ
જોઇએ છીયે બધુ તૈયાર ભાઇ
જન્મ આપવા જોઇએ ટેસ્ટ ટ્યુબ નો સહારો
આપી જન્મ, પાળવા, આયા/નર્સ જોઇએ તૈયાર ભાઇ
સ્કુલ મોંકલે સ્કુલબસ ના ભરોશે
ભણાવવા માટે ટીચરો જોઇએ તૈયાર ભાઇ
નથી કરવુ વધારે કોઇ કામ
જોઇએ વધુ આવક તૈયાર ભાઇ
પરણવુ છે મનગમતા પાત્ર સાથે
નથી ફરવા ફેરા જોઇએ કોર્ટ તૈયાર ભાઇ
ઉમર છુપાવવા કલપ નો જોઇએ સહારો
વાંધો નહી ઘરડા થયા,ઘરડાઘર જોઇએ તૈયાર ભાઇ
મૃત્યુ નથી અટકતુ કોઇના કીધે
નનામી માટે જોઇએ બાંધવાવાળા તૈયાર ભાઇ
રડવુ પડે ન આવડે રડતા પણ
રડવા માટે રુદાલી જોઇએ તૈયાર ભાઇ
વાહ રે 'નિશિત' વાહ આ જમાનો
અહી તો હવે જોઇએ બધુ તૈયાર ભાઇ.......

'નીશીત જોશી'

બુધવાર, 13 મે, 2009

શીખી લો




પ્રેમ જો કરવો છે તો
સમર્પણ થતા શીખી લો
સમર્પણ જો થવુ છે તો
સહન કરતા શીખી લો
સહન જો કરવુ છે તો
હસતા શીખી લો

'નીશીત જોશી'

મંગળવાર, 12 મે, 2009

તમે


બંધ કરીયે આંખો, સામે દેખાઓ છો તમે,
ખોલીયે જો આંખો, સંતાય જાઓ છો તમે,
હવે થઈ બહુ આ સંતાકુકડીની રમત શ્યામ,
એકવાર તો પ્રત્યક્ષ આવી દર્શન આપો તમે,
થશે બંધ આંખો જ્યારે હંમેશ માટે અમારી નિશિત,
ત્યારે જ આવશો શું તમારો પ્રેમ જતાવવા તમે...
'નીશીત જોશી'

સોમવાર, 11 મે, 2009

भुलते हम नही और याद उसे हम आते नही
लेकीन करीश्मा- ए- कुदरत देखो
उदास होत है वोह और आंसु हमारे रुकते नही

नीशीत जोशी