ગુરુવાર, 12 ઑગસ્ટ, 2010

બેવફા જીન્દગીનો ભરોશો કરી સકાતો નથી


તુટેલો કાચ ફરી જોડી સકાતો નથી,
વહેલુ આંસુ પાછુ લાવી સકાતુ નથી,

કહીને ભુલી ગયા છો બધુ આપ તો,
અમારાથી યાદોમાનુ કંઇ પણ ભુલાતુ નથી,

તુજના પ્રેમે બાંધી રાખ્યો છે એટલો,
કે છુટવા માંગુ હું પણ છુટી સકાતુ નથી,

મહેફિલોમા પણ એકલવાયુ જ લાગે છે,
તુજ વિના દિલ બીજે ક્યાંય લાગતુ નથી,

હ્રદયની દિવાલોમા તુજ નામ જ કોતરેલ છે,
ભુસવા ઇચ્છુ પણ તે ભુસાઇ સકાતુ નથી,

સ્વાસ રોકાયા પહેલા એક ઝલક દેખાડી જજે,
બેવફા જીન્દગીનો ભરોશો કરી સકાતો નથી .

નીશીત જોશી

રવિવાર, 8 ઑગસ્ટ, 2010

મન પોલુ તેના ભાવ પોલા

મન પોલુ તેના ભાવ પોલા,
અણવિકસેલા સંબધો પોલા,
પોલુ ત્યાં સુધી વાગે બોદુ,
લાગે જીવનના મધ્યાન પોલા,
વાગે વાંસળી સુમધુર સ્વરે,
બનેલા એ એવા લાકડા પોલા,
પ્રેમનો કરે અંગીકાર ખોટા,
સ્વાર્થથી ભરેલા સંબધો પોલા,
જીવવા પુરતુ જીવી જાય ,
જીવનના હર એક સ્વાદ પોલા,
જોઇતુ નથી મળતુ સૌને,
માગતા નથી થતા બધા પોલા .

નીશીત જોશી

શનિવાર, 7 ઑગસ્ટ, 2010

હજી કેટલા દિવસ

કોઇના નામે અમે રહેશુ કેટલા દિવસ,
કોઇના ઘરે અમે રહીશુ કેટલા દિવસ,

થયુ છે નામ ઝીણ ઘર પણ પુરાનુ,
આમ એને સહેતા રહેશુ કેટલા દિવસ,

આપ મંત્ર કોઇ નવીન મુજ શરણાર્થીને,
એક જ નામ અમે રટીશુ કેટલા દિવસ,

માન્યુ તુજ નામ રટણથી મળે નવુ ઘર,
પ્રતીક્ષા કરીએ અમે હજી કેટલા દિવસ .

નીશીત જોશી

મંગળવાર, 3 ઑગસ્ટ, 2010

આ લોકો


હરઘડી પ્રેમનો એકરાર કરે છે લોકો,
સાથ જીવનભર ક્યાં આપે છે લોકો,

કહે છે તુજ વગર નથી જીવવુ હવે,
સમય આવ્યે જીવ ક્યાં આપે છે લોકો,

મંદીર મસ્જીદ જઇ ટેકવે છે માથા,
મનથી ત્યાં પણ ધ્યાન ક્યાં આપે છે લોકો,

પ્રેમને નામે રમે છે રમતો સરેઆમ,
ખરી સમજણ પ્રેમની ક્યાં આપે છે લોકો .

નીશીત જોશી

સોમવાર, 2 ઑગસ્ટ, 2010

ભુલી ગઈ તુ કે પછી તને પણ યાદ છે


જુના એ દિવસો મને હજી પણ યાદ છે,
ભુલી ગઈ તુ કે પછી તને પણ યાદ છે.

કલાકો વિતાવતા પાળે પેલા દરીયા કિનારે,
મોજાના એ અવાજો તેના થકી થયેલા છાંટકણા,
ભીના હોવા છતા લાગતા કોરા મને તો યાદ છે,
ભુલી ગઈ તુ કે પછી તને પણ યાદ છે.

એ ઝાડના છાયડે બેસી કરતા પ્રેમ આલાપ,
એ કોયલનો કલબલાટ એ મોરનો ટહુકો,
કરતા સૌ આપણો સંગાથ મને તો યાદ છે,
ભુલી ગઈ તુ કે પછી તને પણ યાદ છે.

રિસાય જવુ અને મનાય જવુ કરતા ગમ્મત,
રડતા રડતા હસવુ ને હસતા હસતા રડવુ,
વખત વહી ગયો છતા મને તો યાદ છે,
ભુલી ગઈ તુ કે પછી તને પણ યાદ છે.

નીશીત જોશી

શુક્રવાર, 30 જુલાઈ, 2010

आ जाओ एकबार


बीन मांगे दिया है सब कुछ उतनी मेरी औकात नही,

फिर और क्या मांगे तुजसे मुजमे और ताकात नही,

टेढे मेढे रास्ते से गुजर रहा है कारवां मेरा जैसेतैसे,

राहदार बन तु खडा है इससे बडी कोई सौगात नही,

सुना है मशहुर हो तुम और आदतभी दिल चुरानेकी,

यह दिल भी तेरा हो जाये इससे बडी कोई बात नही,

नादान है हम नही जानते कोई यतन तुजे रिझाने का,

आ जाओ एकबारमे बुलाने पे इससे बडी किस्मत नही ।

नीशीत जोशी