સોમવાર, 30 ઑગસ્ટ, 2010

કદાચને તમે આવશો


સુગંધ પ્રસરી ઉઠી હવામા કદાચને તમે આવશો,
ફુલો ખીલી ઉઠ્યા બાગના કદાચને તમે આવશો,

બાંધ્યા છે સુંદર તોરણ દરવાજે આગમન માટે,
પુરી રાખી રંગોળી આંગણે કદાચને તમે આવશો,

ઘર રાખ્યુ છે સજાવી જોઇને તુજને ગમશે,
નીહાળુ છુ વાટ મીટ માંડી કદાચને તમે આવશો,

શબ્દ શોધી શોધી ને રાખુ છુ યાદ મનમા,
બનશે તેની એક ગઝલ કદાચને તમે આવશો,

મહેફિલ સજાવી શમા જલાવી કરી રોશની
મનાવવા આજનૉ આ દિન કદાચને તમે આવશો,

આવશો ને ??????

નીશીત જોશી

રવિવાર, 29 ઑગસ્ટ, 2010

શુ ભરવા પડશે પાનાઓ ???

હશે કંઇક એવી તો વ્યથા કે ઢીલ થઈ લખવામા,
લખી નાખ્યુ જેવુ તેવુ બસ આપને મનાવવામા,

માની બેઠા ઔપચારિકતા લખેલુ ફક્ત વાંચીને,
કેમ કરો છો ભુલ આ મુજ હ્રદયને ઓળખવામા,

બાંધ્યા હતા આપ સંગ સંબધો પોતાના સમજી,
ઋણાનાબંધન ન વેડફતા આમ સુર સજાવવામા,

ઉડતા રહેલા ઉંચે આભે હ્રદયે બાંધીને આપને,
ન રહ્યો કોઇ મંડળોનો ભય આપ સંગ વિહરવામા,

નથી કરતા કોઇ પ્રયાસ કોઇને પ્રભાવિત કરવા,
શબ્દો જ વણાય જાય છે કોઇને નારાજ કરવામા,

પ્રેમમા નથી રહેતો કોઇ મોલ ક્યારેક શબ્દોનો ,
પ્રેમ તો બરકરાર છે એ બે લીટીના લખવામા,

ખરો પ્રેમ નથી થતો બોજીલ કોઇ પર ક્યારેય,
શુ શબ્દોથી જ ભરવા પડશે પાનાઓ મનાવવામા?


નીશીત જોશી

રવિવાર, 22 ઑગસ્ટ, 2010

મન તો છે બહુ ભોળુ

મન તો છે બહુ ભોળુ, એને આ શબ્દો ની ભાન ક્યાં?
ન બોલેલુ પણ સમજી જાય, એવી બીજાને શાન ક્યાં?

ન સમજે સંગીત કોઇ, બસ બજાવે સરગમ પ્રેમની,
તાલ આપી થકાવે હ્રદય,પણ એવા કોઇ પ્રેમી ક્યાં?

આભ અને ધરતી છો ને રહ્યા બહુ જ દુર દુર,
અંતર કાપે પળમા, મન જેવો બીજો વિકલ્પ ક્યાં?

મળે અને વિખુટા પણ થાય રોજ રોજ,
ન આવે પ્રેમ સપના પ્રેમી ને, એવી કોઇ રાત ક્યાં?

નીશીત જોશી

રવિવાર, 15 ઑગસ્ટ, 2010

ઇન્સાનીયત

ન કોઇ હિન્દુ ન મુસલમાન,
આ દુનિયાના છે સૌ ઇન્સાન,

ન રંગ રુધીરનો છે જુદો જુદો,
શરીરનુ બંધારણ નથી જુદુ જુદુ,
જન્મતા ભાગલા પાડે છે આ જાત,
કુદરતે બનાવેલ ફક્ત એ ઇન્સાન.....

હોવો જોઇએ એક જ મજહબ,
ન જુદા મંદીર કાબા મસ્જીદ,
કરો આગેકુચ લઈને ધજા તેની,
ઇન્સાનીયતનો ધર્મ પાળ ઓ ઇન્સાન......

નીશીત જોશી

प्यारमे

देख नम आंखे बेचैन दिल रो उठता है,
रुठे है फिरभी खुदको मनाना पडता है,

सुन रुखी बातो से खामोश थे हम भी,
बंध जुबा को भी युं लब्ज देना पडता है,

कोई खता से नही होते है खफा कभी,
प्यारमे हर बातो को मान लेना पडता है,

उलजना फिर सुलजना प्यारके सरगम,
प्यारके तरन्नुममे खुदको ढालना पडता है,

जरुरत ही नही जताने की प्यारको प्यारे,
एक पुकार पे प्यारको दौडके आना पडता है,

मत सोचो इतना मुरजा जाओगे 'निशित',
प्यार मे हर पल उन्हीका नाम लेना पडता है ।

नीशीत जोशी

જો દિવસ કેવો નીકળ્યો છે


બારી ખોલ ને જો દિવસ કેવો નીકળ્યો છે,
સુંદર આકાશમા જો તે કેવો તો નીખર્યો છે,

કોયલનો કલબલાટ, એ કબુતરોનુ ઉડવુ,
મોરનો કર્ણપ્રિય ટહુકો આભે જાણે પહોચ્યો છે,

દોડતી આવે તુ અને શરમાય પણ જાય તુ,
જોઇ અરિસો તુજને જો તો આજે કેવો ખીલ્યો છે,

પહેલી કિરણ પડતા ચહેરા પર તુજના જો,
પહેલો પ્રહર પણ આજે એવો તો મસ્ત જુમ્યો છે,

હરખાય છે અને નૃત્ય પણ કરે છે તુ, પણ જો તો,
સાંભળી તુજ ગાયન, દિવસ પણ સ્મરણિય ઉગ્યો છે .

નીશીત જોશી