ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2009

મૌસમ

નિહાળતા ઘણા સમયથી રાહ જોઇએ છીએ,
ક્યારે આવશે તમારા નામની મૌસમ,

ડાળીઓ પર આશાના ફુલો સુકાઇ ચુક્યા છે,
તમે આવો, આવી જાય ખીલવાની મૌસમ,

ઘણા હવાઓ ને હવા દેવા લાગ્યા છે,
નજીક જ છે તોફાન આવવાની મૌસમ,

મોજાઓ મા ડુબશે આ શહેર આ ગામ,
આવશે હવે આ ડરાવણી ભયંકર મૌસમ,

પહાડ જેવો કઠણ સમય, દરિયા જેવી વેદના,
આ સમય મુશ્કેલી થી કાઢવાની મૌસમ,

આ દોડાદોડીના સમયમા પ્રેમ છે એક રમત,
ઇશ્વર ક્યારે આવશે પ્રેમ-મતવાલી મૌસમ,

જીવે છે હજુ થોડી દીવાનગી મૌસમ,
રોકાઇ જાવ હજી આવી નથી ચાલ્યા જવાની મૌસમ......

'નીશીત જોશી'

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો