શનિવાર, 21 જાન્યુઆરી, 2012

કલમ પોતે જ ઘવાય ગઇ


લખતા લખતા વ્યથાની એ વાતો લખાય ગઇ,
અંગારાઓ સંગ મિત્રતાની વાતો કહેવાય ગઇ,

બગીચાના ફક્ત ફૂલો બની મહેકવુ હતું મુજને,
ખીલતા ખીલતા મુજ કંટક સૈયા પથરાય ગઇ,

હ્રદયની હકીકતને રુધીરથી લખેલી કાગળ પર,
દુનિયાની બજારમાં પસ્તી ના ભાવે વેચાય ગઇ,

કંઇ લખવું એ મનની વરાળનું જ છે એક સ્વરૂપ,
'ને જિંદગી એ વરાળ ના નામની જ કહેવાય ગઇ,

મૌનને વાચા આપવા લખી હ્રદયને ઉતાર્યુ કાગળે,
આજે તો જો,'નીશીત',કલમ પોતે જ ઘવાય ગઇ.

નીશીત જોશી 20.01.12

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો