મંગળવાર, 25 સપ્ટેમ્બર, 2012

પીંજરાનો ખાલીપો

નહી રહે કોઇ સંગાથ,કે ન કંઇ પણ જશે સાથે, ખાલી હાથે આવેલો અને ખાલી જ રહશે સાથે, જે પીંજરાનો રાખી મોહ,જીવન બગાડ્યુ આખુ, તેમાં વસેલુ પક્ષી,વીન કહ્યે,સમયે,ઉડશે સાથે, મારા-તારાના બંધારણ,ઘડી કાઢયા આપમેળે, તુજ ગયા બાદ,બનેલા કાયદા પણ ભમશે સાથે, નહતા બેસતા બે ઘડી,તે પણ બેસશે આજ પાસે, પીંજરાનો ખાલીપો જોઇ આંખોને નમ કરશે સાથે, બાંધે છે શાને કાજે રોજ નીત નવા સંચીત કરમો, આ જન્મે કરેલા કર્મોનો બોજ ઉપાડવો પડશે સાથે. નીશીત જોશી 18.09.12

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો