
તમારે ન બોલાવવાની રાખી છે અનુઠી એવી રીત.....
ક્યાં સુધી આપ વિના રહી શકુ જ્યારે બાંધી છે પ્રીત....
બસ તમારી સાથે અમે તો જ્યારે બાંધી છે પ્રીત.......
રાહ જોઇશુ આ જીવનભર તમારી અમીનજરોની,
કેમ કરી ભુલીયે આંખોમા વસાવી છે તમારી જ પ્રીત....
બસ તમારી સાથે અમે તો જ્યારે બાંધી છે પ્રીત......
આવશો તમે વરસાવીશુ પુષ્પોનો વરસાદ,
કેમ કરી ભુલીયે બાગોમા વસે ભ્રમરોની જ પ્રીત....
બસ તમારી સાથે અમે તો જ્યારે બાંધી છે પ્રીત........
નીશીત જોશી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો