સોમવાર, 30 માર્ચ, 2009


જતો હતો લાશ બની ... રસ્તામા જ તમે મળી ગયા
આપેલુ જે ફુલ તમોને... સુંધાડી, બેઠો કરી ગયા
ઠરેલા સ્વાસને નવો સ્વાસ આપી ગયા
થીજેલા રુધીરને ફરી વહેતુ કરી ગયા
જઈ રહેલી લાશને યાદોના સ્મરણો આપી ગયા
સ્મરણો જીવંત કરી નવજીવન આપી ગયા

'નીશીત જોશી'

રવિવાર, 29 માર્ચ, 2009


વાંસળી જ્યારે વાગે....
સોતી ગાયઓ જાગે....

ગાંડી ગાય પણ બને ડાહી
વાઝણી ગાય પણ સાંભળી
દુધ સરસ આપે
વાંસળી જ્યારે વાગે...

નાચે ગોપગોપીઓ
સૌને તેના સુર નચાવે
ઝાડપાન પણ તેમા નાચે
વાંસળી જ્યારે વાગે......

માખણની માટલીઓ સૌ સંભાળે
યશોદા પણ સાંભળી
નવુ માખણ લાલા કાજે કઢાવે
વાંસળી જ્યારે વાગે.......

♫♥ નીશીત જોશી ♫♥

શનિવાર, 28 માર્ચ, 2009


कशीश देख के मेरी तुम जरुर आ जाओगे
प्रेमविभोर करेंगे इतना के तुम ना जा पाओगे
गर चलेभी गये जो तुम मजबुरीमें
फिरभी तो हमे ना भुल पाओगे

'नीशीत जोशी'

શુક્રવાર, 27 માર્ચ, 2009


આવુ રોજ તુજ પાસે પણ ક્યાં બોલાવો છે તુ,
રડે છે દિલ હરપલ પણ ક્યાં મનાવે છે તુ,
નયનો ના મારી તિર ઘાયલ કર્યો છે મને,
ઝખ્મો નો પણ ક્યાં હિસાબ રાખે છે તુ.

'નીશીત જોશી'

ગુરુવાર, 26 માર્ચ, 2009

આકાશ


કેવુ ઘેરાયેલુ છે આજ આકાશ
શોકભુવનમા છે જુઓ આજ આકાશ
કહે છે વરસાદ તેના રૂદન ને લોકો
પણ વિરહની વેદનાથી રડે છે આજ આકાશ

'નિશીત જોશી'

બુધવાર, 25 માર્ચ, 2009


આ કલરવ પક્ષીઓ શાનો કરે કદાચ ખબર નથી
કહે છે આભ અને ધરતી તરસે છે મળવા,મળતા કેમ નથી
લાવીયે છીએ સંદેશો બન્નેનો છતાંપણ મળતા કેમ નથી
પ્રેમમા વિરહ જ હોય છે આ લોકો સમજતા કેમ નથી
'નીશીથ જોશી'

સોમવાર, 23 માર્ચ, 2009

તુ છે અહી તો


તુ છે અહી તો સ્વર્ગ છે અહીંયા,
તુ નથી તો જીવન બને નર્ક અહીંયા,
તુ જો બોલે તો ફુલો વરસે,
ચુપ જો થઈ જા તો આંસુ વરસે અહીંયા,
મળે જો તુ આવે વસંત,
ન મળે તો વીરાન થઈ જાય અહીંયા,
ખુશ જો થઈ જા તો દુનીયા લુટાવીયે,
રીસાય જા ગર તુ તો લુટાય દુનીયા અહીંયા.

ॐńíکhít jőکhíॐ

રવિવાર, 22 માર્ચ, 2009

<
જમુના તટ પર વાગી ઓલી વાંસળી
રાધા દોડી સાંભળી ઓલી વાંસળી
થનગને છે પગ રાધાના હવે તો
નાચી ઉઠી બસ ત્યાંજ સાંભળી ઓલી વાંસળી
ગોપીઓ ના કાન થયા સરવા
છોડી બધા કામ દોડ્યા સાંભળી ઓલી વાંસળી
ભાગ્ય તો વાંસળી ના છે સારા
પહોચી ત્યાં થઈ ઇર્ષા જોઇ ઓલી વાંસળી
અધરો પર જ રમે છે વાહલાના
કાશ હોત અમે પણ અધરો પરની ઓલી વાંસળી

♫♥ નીશીત જોશી ♫♥

શુક્રવાર, 20 માર્ચ, 2009

उम्मीद थी मीलेगा आपका साथ
बदनसीबी हमारी न चल सके साथ
अब रोते जागते काटते है सारी सारी रात
कभी तो आओगे थामने मेरा हाथ


ॐńíکhít jőکhíॐ

ગુરુવાર, 19 માર્ચ, 2009

કરે છે પોતે ગુન્હા અને બીજાનો વાંક કાઢે છે
મળે છે પરીણામ જ્યારે ત્યારે ગ્રહોનો વાંક કાઢે છે
સ્વર્ગમા રહેવાની ઈચ્છા છે પણ જીવન નર્કમય કાઢે છે
શું કરે ઇશ્વર પણ, ઓ 'નિશિત'
આપી જીન્દગી મનુશ્યને જીવવા,જે પાશવી પણે કાઢે છે
'નીશીત જોશી'

બુધવાર, 18 માર્ચ, 2009



માન્યુ કે તુ છે સૌથી સુંદર, લાગે ના ક્યાંક તને કોઇની નજર,
છુપાવી લઈશ હ્રદયમા મોહન, જો દુનીયાથી શરમાય છે,
સાંભળ્યુ છે તારા પ્રેમીઓથી, તારી પ્રીતની રીત છે નીરાલી,
બધુ જ લઈ લે છે, એકવાર જેને અપનાવે છે,
શરતૉ બધી મંજુર અમને, હવે તો આવ મોડુ ના કર,
આ વીરહન દુઃખીયા સાથીને, શા માટે આમ તડપાવે છે.


ॐńíکhít jőکhíॐ

મંગળવાર, 17 માર્ચ, 2009

? ? સુખ અને દુઃખ ? ?


નથી અહી કોઇ સુખ કે નથી અહી કોઇ દુઃખ
છે ફક્ત મનના સમીકરણો આ બધા સુખ અને દુઃખ
તરસ્યા ને પીવડાવો પાણી
મળે જ્યારે પાણી, તે બને તેનુ સુખ
તો શું માનો છો આ પાણી ને સુખ ?
તો પછી કહેશો, ડુબતા ને પાણી કેમ બને છે દુઃખ?
ભુખ્યા ને આપો, જમાડો ભોજન
મળે જ્યારે અન્ન, તે બને છે તેનુ સુખ
તો શું માનો છો આ અન્ન ને સુખ ?
તો પછી કહેશો, જમાડેલાને જમાડીયે તો કેમ બને છે દુઃખ?
સમજાણુ 'નિશિત' અનુકુળતા હોય તો એ છે સુખ
અને પ્રતીકુળતા જ્યારે બને તો એ છે દુઃખ
♫♥ નીશીત જોશી ♫♥

રવિવાર, 15 માર્ચ, 2009


ખોલીશ નહી જો દરવાજો તારો શ્યામ,
તારા દર ના આ ભીખારી ક્યા જશે ?
નીકળ્યા છે બાંધી કફન માથે,
શું ખાલી હાથ અહીથી ધરે જશે ?
આવી રીતે જો મોઢુ ફેરવીશ સાવરીયા,
બેસહારા વિરહમા જ મરી જશે,
જો અમને આપીશ સહારો તુ,
ચાર દીવસ જીન્દગીના નીકળી જશે,
અમ ગરિબોનુ તો શું જશે આ દુનીયામા પણ,
નહી આપે તો,બદનામ તુ જ થઈ જશે .
'નીશીત જોશી'

શનિવાર, 14 માર્ચ, 2009


सोने नही देता तेरी यादो का साया
जगाता है रातभर तेरी यादो का दीया
गर बंन्ध भी हो जाती है निशि रातमे आंखे मेरी
तब भी लोग कहेते है यादो का खोया

ॐńíکhít jőکhíॐ

બુધવાર, 11 માર્ચ, 2009



તમારી વિરહની યાદમા આ હ્રદયે ધડકવાનુ છોડ્યુ
ચંન્દ્ર પણ નીકળ્યો આજે ફિકો સીતારોએ ચમકવાનુ છોડ્યુ
જ્યારે તમે હતા જીવનમા પ્રીયે પ્રેમનો સમીર આવતો હતો
વસંતમા પણ હવે તો ફુલોએ સુગન્ધ આપવાનુ છોડ્યુ

'નીશીત જોશી'

from VANSHIKA


ચાહ ની વાત છે.......!!!!!
નોતરુ દિધુ છે...ક્યારનુય ચાહ નુ.....
વહાણા વિતી ગયા યાદ રહ્યાનુ......
સ્વાદ ને સોડમ વિસરાયા....
ને.....અચાનક્....!!
ધ્રુજિ ઊઠી ધરા.....ખલભલિ દુનિયા....
તોય સૌ હેમખેમ???
સજાવ્યા તોરણ....તારલા જડાવી....
મેઘ ધનુષ રંગે આંગણ સજાવી......
કમાડ હૈયાના સહજ ખોલી.....
વાટ જોવે છુ ક્યારનીયે એ.......!!!!!!
મલકાઈ રહી છે એ....મીટ માંડી.....!!
હોયે જ ને એ હેમખેમ.....!!!!
રહ્યુ છે ક્યારનુ એ .ચાહ નુ...લેણૂ...!!!
ઋણાનુબન્ધ જાણૅ અજાણ બંધાણૂ.....!!!!
એ તો ચાહ નુ લેણૂ...!!!!!!
'વંશિકા'

from VANSHIKA


પ્રતિક્ષા કરતી રહી એ હરેક ક્ષણે, ઘડીક ઝરૂખે, ઘડીક ઊંબરે,
આમથી તેમ વિહવળ બની દોડતી રહી,
મન માં સતત એક જ રટણ આવે છે મારો પ્રિયતમ.

ક્યારેક હ્રદયનાં ધબકાર વધ્યાં,ક્યારેક હ્રદય દ્રવી ઉઠ્યું,
ક્યારેક હર્ષોલ્લાસમાં યાદ કરી, એ પ્રથમ મિલનના સ્પંદનોને,

સરી જતી પગલી વારે વારે, એજ મિલનના સ્મરણને વાગોળતી,
હમણા આવશે મારો પ્રિયતમ, મારા મનની વાત જાણી.

લઇ લેશે મને એના આશ્લેષ માં, ભુલાવી દેશે મારી વિરહ ની પળોને,
સમાવી લેશે મને એના હ્રદય કુંજમાં...

ફરી ભણકારા વાગ્યા એન્ના પગરવ નાં, લાગ્યુ કે એજ છે પગલિ દોડી દ્વારે,
નિરાશ વદને પાછી ફરી, સ્મૃતિમાં એની ખોવાઇ ગઇ...

અજાણતા નૈન વરસી પડ્યાં, હર્ષાવેશમાં પૂર ઉમટી પડ્યાં,
અર્ધખુલ્લા અધર, અર્ધખુલ્લા નૈન પ્રતિક્ષા એની કરતા રહ્યા....

ખરેખર! એ આવી પહોંચ્યો, કહે પ્રિયે! જો તારા માટે જ આવ્યો,
હવે કોઇ જુદાકરી ન શકે આપણને, એમ કહી અધર પામવા ઝુક્યો...

અચાનક મિલનથી પ્રિયા હર્ષાવેશમાં, જરા એક ધબકાર ચુકી,
અર્ધખુલ્લા નયન સ્થિર થયા! જાણે પ્રિયતમ ને નિરખું છેલ્લી વાર,
અને પ્રિયા નિસરી હરિ ને દ્વાર...
' વંશિકા '

મંગળવાર, 10 માર્ચ, 2009

હોળી રમવા આવશે શ્યામ......



હોળી રમવા આવશે શ્યામ આજ રંગમા સવારે રે
ખાલી કોરી ગાગર માગી તેમા કેસર ઘોળશુ રે
રંગ બેરંગી કાળો આજ કરશુ તેને ગોરો રે
હોળી રમવા આવશે શ્યામ......
અડોસીપડોસી કહે બોલાવીશુ અહી ફરીયામા જ ઘોરીશુ રે
પીતામ્બર લેશુ છીનવી ચણિયાચોરિ પહેરાવીશુ રે
હોળી રમવા આવશે શ્યામ........
લીલા વાંસની વાસળી તેની આજે તોડી મરોડીશુ રે
તાળીઓ ના તાલે નચાવીશુ આજ આપણી સાથે રે
હોળી રમવા આવશે શ્યામ.........
સખીઓ ને કરશે વિનંતી અને પ્રેમથી નિહાળશે રે
હા હા કહી પડશે જ્યારે પીયા ત્યારે જ તેને છોડશુ રે
હોળી રમવા આવશે શ્યામ......
'નીશીત જોશી'

સોમવાર, 9 માર્ચ, 2009


इतनी भी बेरुखी क्यों है की सपने मे भी आना छोड दीया
दिल तो तोड दीया और हमे दर दर भटकने के लीये छोड दीया

' नीशीत जोशी '

રવિવાર, 8 માર્ચ, 2009

હોળી આવી રે.....


હોળી આવી રે... હોળી આવી રે.....
પણ જાણો છો કેવી આવી આજ ની હોળી રે...
હતી એ પ્રહલાદ ની હોળી....
હોળીકા ને દહન કરવા પ્રગટાવેલી હોળી
હતી એ કુરુક્ષેત્ર ની હોળી.....
ધર્મ અધર્મ વચ્ચે ની હોળી
હતી એ રાધાકૃષ્ણ ની હોળી....
હતી એ વૃદાંવન ની હોળી

આજ છે મા બેટા વચ્ચે ની હોળી....
આજ છે ભાઇ ભાઇ વચ્ચે હોળી….
આજ છે દોસ્તી દુશ્મનીમા ફેરવતી હોળી...
આજ છે હવસમા પ્રેમ ની હોળી....
આજ છે આતંકવાદીઓ ની હોળી....
આજ છે બોમ્બબ્લાસ્ટથી પ્રગટતી હોળી....
આજ છે સંબન્ધ બગાડતી હોળી....
આજ છે ખાનાખરાબી કરતી હોળી....
કેટલે સુધી પહોચશે નથી ખબર આજ આ હોળી.

'નીશીત જોશી'

સતાયેલાઓ ને એ શુ સતાવશે
સપનાઓમા આવીને એ શુ બતાવશે
હ્રદયના તાર છંછેડી ને હવે ફેરવે મોઢુ
બીજા ની વ્યથા એને શુ સમજાશે
દાવો કરે છે જીવન લખવાનો એ ફક્ત
આંગળીયો લુટી લીધી હવે શુ લખાવશે
દિલના હર ખુણા મા રાખ્યા છે એને
મને આવી એ પ્રેમ શુ શીખડાવશે
નારાજ થયેલા દિલ ને આવી પાસે
આજ કોઇ અહી 'નિશિત'ને શું મનાવશે

' નીશીત જોશી'

શનિવાર, 7 માર્ચ, 2009


જતો હતો એક લાશ લઈને મને નતી ખબર,
હતી એ લાશ કોની મને નતી ખબર
કફન ઉઘાડશે અને ભાંગી પડીશ મને નતી ખબર
અને હું ખલાશ થઈ જઈશ મને નતી ખબર
જીવન જીવવુ ભારે પડશે મને નતી ખબર
સમય આ રીતે બદલો લેશે મને નતી ખબર
'નીશીત જોશી'

ગુરુવાર, 5 માર્ચ, 2009

મોરલી ની ધુને જુમી હતી રાધા , શ્યામના હ્રદયમા પણ હતી રાધા,
છતા ન મળ્યા શ્યામ તેને , કેમ વિરહમા જ જીવે છે એકલી રાધા ?
'નીશીત જોશી'

બુધવાર, 4 માર્ચ, 2009

નથી હું કોઇ આભ કે નથી તેમાનો તારલો,
નથી કોઇ દરીયો કે નથી નદીનો કાંઠલો,
નથી આવડતી એવી શબ્દોની માયાજાળ મને,
ફક્ત છું 'નીશીત',રહેવા દો મને એક વ્યક્તી નીરાલો.

'નીશીત જોશી'

મંગળવાર, 3 માર્ચ, 2009

बुरा न मानो होली है




होली है भाई होली है,
बुरा न मानो होली है,
रंग बेरंगी बडी मस्तानी होली है,

धारावी पर और एक फिल्म बनानी है,
और ओस्कार भी हमे लाना है,
गरीबी से नही है कोइ मतलब,
हमे तो अपनी वाह वाही लुटानी है,
बुरा न मानो होली है...

इसबार रंगो से भरी होली खास है,
साथ नेताओ के जुठे वादो की बौछारभी लायी है,
दुनीया चाहे खेले रंग-गुलाल से होली,
उनकी तो खुन से खेलने की तैयारी है,
बुरा न मानो होली है...

कंम्पनीया खोली, अब उसे बेचनी है,
सारे विश्व की दुर्दशा अब ऐसी है,
बेंको की भी करनी अब नीलामी है,
आत्महत्या करनेवालो से होली जलानी है,
बुरा न मानॉ होली है...

भुल के यह सब 'निशित' बिना मन से भी कहो,
वाह यह हुडदम मचाने वाली होली है,
रंग बेरंगी बडी मस्तानी होली है,
बुरा न मानो होली है..
होली है भाई होली है..

!!!नीशीत जोशी!!!

રવિવાર, 1 માર્ચ, 2009


जुठ को फिर गले लगाया गया,
एक हसी ख्वाब फिर दिखाया गया,
छीन कर मूजसे मेरे लब की हसी,
उनकी महफीलको फिर सजाया गया,
ख्वाब जाने बीखर गये कैसे,
आशीयां जब मेरा जलाया गया,
एक वो है की रोज हसते है,
हमको अक्सर यंहा रुलाया गया,
रात उनकी है दिन भी उनका है,
चैन फिर क्यो मेरा चुराया गया ।
♫♥ ॐńíکhít jőکhíॐ ♫♥


શું થયુ જો આજ તુ નથી,
મારા મનમા તુ તો છે,
શું થયુ જો તને મારી યાદ નથી,
મારી પાસે તારી યાદો તો છે,
શું થયુ તને આજે સમય નથી,
મારી પાસે તારી સાથે વિતાવેલી ક્ષણો તો છે,
શું થયુ તુ જો વાત ન કરે,
મારા દિલમા તારુ રટણ તો છે,
શું થયુ તને મારામા રસ નથી,
મારુ જીવન તારા રસમય તો છે,
શું થયુ જો તને મારી પીડાનો ખયાલ નથી,
તારી પીડા મારી પીડા તો છે,
શું થયુ આજ મારી પાસે 'નિશિત' કંઇ નથી,
પણ મારી પાસે ઈશ્વર તારો ભરોશો તો છે.
♫♥ નીશીત જોશી ♫♥