શનિવાર, 20 નવેમ્બર, 2010

હજી તો સાંજ થઈ

રાહ જોતા થાક્યા નથી હજી અમે, હજી તો સાંજ થઈ,
ગાયોને હંકારવી પડશે હવે પાછી, હજી તો સાંજ થઈ,

કાજ બધા કરી લો પુરા તમે,ભલે ને રાત થાય પાછી,
ગોકુળ આખુ ઉઘી જશે જ,આવજો, હજી તો સાંજ થઈ,

જોવાની રાહ તુજની કીનારે, આદત પડી છે જુની આમ,
વાંસળીના સુર વાગશે તુજ આવ્યે, હજી તો સાંજ થઈ...

નીશીત જોશી

चले आना

आये जो मेरी याद मेरे नजदिकमे चले आना,
दुर हु तो क्या हुआ मेरे सपनोमे चले आना,

फिरता रहुगा तेरे ही इर्द-गीर्द साम-सवेरे,
याद हु तेरी कभी भी जी चाहे तब चले आना,

कहते हो तस्वीर बनाके छुपा रखी है दिलमे,
तस्वीर गर धुंधली पडे तो मेरे पास चले आना,

तेरी हर हसरतो को पहचान लिया हाजिर रह,
और भी पुरी करनी हो ख्वाईश तो चले आना,

जानता हु यह भी ख्वाईश तेरी एक रह जायेगी,
होगी पुरी लो, दिदार-ए-सनम करने चले आना |

नीशीत जोशी

....

नम थी आंखे, एहसासभी न था कम,
फिर वोह आये, और कोइ न था गम,

अहेसान जताते गये, गीनाते गये सब,
लगा ऐसा, सलाखोके पीछे आ गये हम,

उनकी अदायगी भी क्या लाजवाब थी,
सुना गये सब कुछ, थे वोह जो करम....

नीशीत जोशी

एक बार तो आओ

कैसे कहे हम जरा तुम सामने तो आओ,
मेरे लिये नही पर अपने लिये तो आओ,

आदत तो जान ली और भी जान जायेंगे,
दिदार-ए-इश्क करने एक बार तो आओ,

गर बंध हो जाये आंखे हमारी इन्तजारमे,
दर्मीयां की हद जानने के लिये तो आओ,

हाल-ए-दिल अब क्या पुछोगे हमसे तुम,
रोंद के इस दिलको तुम आजमाने तो आओ.....

नीशीत जोशी

આજ નો દિન મારા માટે ખાસ છે


આજ નો દિન મારા માટે ખાસ છે,
આજે મને મળેલુ તે બહુ ખાસ છે,

કોણ મળ્યુ શું મળ્યુ જરા વિચારશો,
જે મળેલુ તે સંગ મુજ ખાસ છે,

હા, થયો છે ઘણો સમય પસાર,
નથી વિસર્યો આજે પણ જે ખાસ છે,

મળ્યા પહેલા પણ હતી તાલાવેલી,
મળ્યા બાદ બની બેઠી એ ખાસ છે,

ભલે ને હોય આજે ચાર આંખ,
એ બે આંખ આજે પણ તો ખાસ છે,

કાળા કેસુઓ આજે થોડા થયા સફેદ,
કેસુઓની કાળી ઘટા આજે પણ ખાસ છે,

કહી શકો તો કહેજો મુજને મારા મિત્રો,
મળી હતી એ જે આજે મુજ ખાસ છે,

એ દિને પણ દેવઉઠી અગીયારસ હતી,
આજે પણ મુજ કાજ તુલસીવિવાહ ખાસ છે.

નીશીત જોશી 17.11.10

યાદ કરો

કરનાર જે છે તેને યાદ કરો,
ભરનાર જે છે તેને યાદ કરો,

બની જશે એ છેલ્લી ફુંક જ્યારે,
એ પહેલા આપનારને યાદ કરો,

શ્રધ્ધા પર ન કરો કોઇ રોસ,
મંદીરમા પુજાવનાર યાદ કરો,

વેચનાર વેચે સર્વ દુકાનમા,
કળાના કદરદાનને યાદ કરો,

આપે તે લઈ લો ભલે હો વાહવાહી,
હ્રદયમાનો પ્રેમ ટોપલો યાદ કરો...

નીશીત જોશી

ઇશ્વર પણ મળે છે

સમય સમય નુ કામ કરે છે,
નદી પણ સાગર ને મળે છે,

ચાંદ તરસે છે ચાંદની માટે,
ચાંદની ફક્ત ચાંદને મળે છે,

શીખી લેવુ એ છે જીદંગી,
સાચી શીખ શીખનારને મળે છે,

હસનાર હસતા જ રહે અહિં,
પ્રેમ કરનારને પ્રેમ જ મળે છે,

કોશીશ કરતી રહેવી છે ફરજ ,
મરજીવાઓ ને જ મોતી મળે છે,

સંસારમા રહે છે સંસારી પણ,
શોધનારને ઇશ્વર પણ મળે છે...

નીશીત જોશી

મારા વ્હાલા મને પાછો નાનો બાળક બનાવ,
મારા મનની વાતુ ને સાંભળી માનવ બનાવ,

હતી એ જીન્દગી કેવી સરળ અને સીધીસાદી,
મારા ચરતા વિચરતા મનને કાબુએ બંધાવ,

મુઝાતા એ વમળ કેરા હિલોળા ઝુલે હિંચકે,
મારા પ્રભુ હવે મને શૈશવકાળ પાછો અપાવ,

નથી ઉપડતુ આ ભરેલુ બેડુ મારાથી માથે,
ઓ પ્રિય આ ભારને થોડો તો માથેથી હટાવ,

વિનંતી સાંભળ મુજ તુક્ષ પથ્થર તણાની,
બનાવી તુજ સેવક ચરણની ધુળ તો બનાવ,

નીશીત જોશી

દિવાળી

કહેવુ શું કે કોને કોને ઘરે કેવી દિવાળી છે ?
કોઇને ત્યાં અંધારુ તો કોઇની રાત કાળી છે,

કોઇ ફરે છે દર દર એક ટુકડા મીઠાઇ માટે,
કોઇના માથે સમયના મારની બલીહારી છે,

કોઇ રડતા છોરુ ને શાંત પાડતા કાઢે રાત્રી,
હાંડલાઓ કરે છે વાતુ અને પેટે ભુખ મારી છે,

બહારની રોશનીઓ થી તો થાય છે ઘર રોશન,
બાકી તો કોઇની તો ઓરડી પણ અંધીયારી છે,

ચલો મિત્રો કંઇક કરી છુટીએ આ બીચારાઓનુ,
તેમને ત્યાં પણ આ દિવ્ય પ્રકાશતી દિવાળી છે.......

નીશીત જોશી

वोह मुजसे रुठे रुठे से लगते है

आजकल वोह मुजसे रुठे रुठे से लगते है,
वोह मुजसे कुछ तो खफा खफासे लगते है,

न थी कोइ खता, न कोइ गिला-शिकवा,
फिर भी कुछ तो है,वोह नाराज से लगते है,

अगर आये, कुछ लब खोले, कुछ नयन बोले,
पता तो चले, वोह कुछ तो गुमसुम से लगते है,

अच्छे दिनो मे भुल जाते है गर है कुछ भी,
मगर इन दिनो वोह कुछ तो मुरजाये से लगते है,

रुठ जाना बारबार उनकी अदायगी हो शायद,
यही सोच के बारबार हम भी उन्हे मनाने लगते है....

नीशीत जोशी

आयी जो उनकी याद

आयी जो उनकी याद आती चली गयी,
प्यारके सुरीले साज सुनाती चली गयी,

गुनगुनते रह गये हम उनके नग्मे,
वोह आयी और गझल बनाती चली गयी,

कहानी तो अश्क की अलग थी वहां,
आंखो से पुरा दरिया बहाती चली गयी,

इन्तजार की हद भी तो जान लिजये,
खुली थी आंखे जब जान नीकलती चली गयी,

जब गर्दीशमे थे चांद सीतारे आसमांमे,
छुपके वो आयी और रोशनी करती चली गयी.....

नीशीत जोशी

મુક્તક/ मुक्तक

रब ने तुजे नवाजा है दे के खुबसुरती,
गुमान ना करना कही दाग ना लग जाये,
महोब्बत करते है बीन सोचे समजे,
नुमाइश ना करना कही धाव ना लग जाये....

મુક્તક/ मुक्तक

गुंजता है वह गीत आजभी कानो में मेरे,
जंकार रणकती है आजभी कानो मे मेरे,
तेरे इन्तजार मे हुए है ऐसे तो दिवाना,
दिवानगी छलकती है आजभी गानो मे मेरे....

તુજ હ્રદયમા મુજને જ સંભાળજે

આવજે અને સાદ આપજે,
જીવતા મુજને શીખડાવજે,
કર્મ એવા તે મુજને કરાવજે,
જગને યાદ એ કર્મ રખાવજે,
ભુલ થાય મુજની સુધરાવજે,
ફરી ન કરૂ એ ભુલ શીખડાવજે,
ગુમાન ન આવે ક્યારેય જાળવજે,
આવે ભુલથી પણ તેને ભુલાવજે,
મુજ યાદમા ફક્ત તુજને રખાવજે,
તુજ હ્રદયમા મુજને જ સંભાળજે.......

નીશીત જોશી 29.10.10

આ બધુ સાચુ લાગે છે?

ના કોઇ યાદ આવે છે,
ના મનમા ઉમંગ જાગે છે,
ના કોઇ કળીઓ ખીલે છે,
ના બાગમા ફુલો ઉગે છે,
ના સુપ્રભાત થાય છે,
'ને ના સુવર્ણરાત આવે છે,
ના હ્રદય વિચલીત છે,
ના કોઇ ઉર્મીઓ ઉમટે છે,
ના કોઇની રાહ જોવાય છે,
ના કોઇ અહીં આવે છે,
ના વિરહ આંસુ વહે છે,
ના કોઇનો વિયોગ લાગે છે,
શું......? આ બધુ સાચુ લાગે છે,
અરે..! ના, ના, ના,
સાચુ હોય તો આ જીવન,
તુજવીના પુરુ થયુ લાગે છે.

નીશીત જોશી27.10.10