શનિવાર, 16 જુલાઈ, 2011

कहो क्या कर जाये?


धडकनकी आवाज सुनके क्या डर जाये?
जीन्दा रहनेके लिये हम क्या मर जाये?

अन्जान मुसाफिर है राह भी भटके हुए,
राही का ईन्ताजार कर क्या ठहर जाये?

मजा आता है सतानेमे उसे सबको यहां,
उसीकी लहेरो के साथ क्या लहर जाये?

मुश्कील पलमे खास बेहद याद आते हो,
खुशीयोका पल ऐसे ही क्या गुजर जाये?

प्यार करते है नीशीत दिदार होता नही,
उसके दिदारके वास्ते कहो क्या कर जाये?

नीशीत जोशी 15.07.11

આજનુ ગૌરી વ્રત (હાસ્ય..)


(શ્રી નિપુણભાઇની રચના "છોકરાઓનુ ગૌરાવ્રત"થી પ્રેરિત)

પ્રભુ સુધારજે આ ભવ 'ને હવે દેજે એવો ભરથાર મને,
સવારે બનાવે ચા સાથે આપજે નાસ્તો ખવડાવનાર મને,

મુજ પહેલા પોતે નાહીને બન્નેનુ ટિફીન કરે તૈયાર,
પહોચતા પોતે ઓફીસે આપજે પહેલો પહોચાડનાર મને,

દિવસમા ચાર વખત મુજ સંગ ફોનમા સંભાળે મને,
પાંચ આકડાનો હોય પગાર તેવો આપજે પગારદાર મને,

મુજ પહેલા આવી ઘેર યા તો બનાવી નાખે પુરી રસોઇ,
નહીતર હોટલે સ્વાદીષ્ટ પકવાન આપજે ખવડાવનાર મને,

ખરીદી કરતા મોલમા બિલ ચુકવી સામાન ઉપાડે તેવો,
તેના માબાપને છોને કાઢુ મુજના ને આપજે સાચવનાર મને,

થાકી ગયેલ મુજના પગ દબાવનાર બક્ષજે ભરથાર મને,
દયા કરજે મુજ અબલા પર પ્રભુ સરસ આપજે ભરથાર મને,

સાંભળી છે કંઇકોની અરજ ઓ ભોલે ભંડારી હવે મુજ વારો,
મંદીરે મુજ બદલે જઇ આપજે એક લોટૉ જળ ચડાવનાર મને.

નીશીત જોશી 13.07.11

तेरी तारीफमें क्या कहे?


बात चली तेरी तारीफ की,
तेरी तारीफमें क्या कहे?
तेरी उंचाइयो को क्या कहे?
क्या औकात जो कुछ बया करे,
तेरी उपल्बधीयां क्या कहे?
समंन्दर को बनाये गर साही,
बनाये कलम हर पैडोकी,
धरतीको बनादे गर कागज,
फिरभी कम पडे तारीफ लिखना,
धुलभी नही तेरे चरणोकी,
करते हो प्यार परवाह नही काबलियतकी,
तेरे प्यार को क्या कहे?
तेरी तारीफमें क्या कहे?
नीशीत जोशी 12.07.11

इश्कका यह नया सबब


इश्कका नया एक सबब देखा,
किस्सा कुछ एक अजब देखा,
रब है वो पालनहार भी है वो,
उन्हीको आज तो गजब देखा,
कायनात चले दम पर उसके,
हजारोलाखो नाम पडे उसके,
भ्रमांड घुमे जो नामसे उसके,
करोडो लोक पांवपे पडे उसके,
इश्कमें उसे बहोत अदब देखा,
मेरी राधारानीके शरण देखा,
इश्कका यह नया सबब देखा।
नीशीत जोशी

तु कहे तो


तु कहे तो तेरे लिये आसमां पर एक घर बनादे,
तु कहे तो चांद सीतारो से तेरे उस घरको सजादे,

अंजान रहेते हो जानता हूं फिर भी कहेता हु तुजे,
तु कहे तो एक चीराग को बुजाके सुरजको जलादे,

जानलो महोब्बत एक तुमसे ही करते है बेहिसाब,
तु कहे तो यह तडपते हुए दिलको चीरके दिखादे,

मुसाफिर है तेरी राहके, जी रहे है दिदारके सहारे,
तु कहे तो आयनेके हर टुकडेमें तेरा दिदार करादे,

बदनाम न हो जाओ वो डरसे लब्ज खामोश रखे है,
तु कहे तो अपनी प्यारेदास्तां सारी दुनीयाको बतादे,

गमगीन महेफिलमें भी तेरी नजरोका जादु चलता है,
तु कहे तो तेरे नामकी गझल हर साकियाको सुनादे,

मेरा मुकद्दर लिखा हुआ है नीशीत हाथोकी लकिरोमें,
तु कहे तो उस खुदासे भी नसीबके हर पन्नेको पढादे।

नीशीत जोशी 10.07.11

થઈ જશે


ઇશ્વરનુ નામ લઈને નીકળ્યા છો જ્યારે,
દરીયામા ઉતરી જાવ રસ્તો થઈ જશે,

એ પણ દિવસો હતા બન્ને હતા નજીક,
કોને ખબર હતી આટલા દુર થઈ જશે,

એમણે ફુંકી હતી થોડી જ હવા આગને,
શું ખબર હતી એ આગ જ્વાલા થઈ જશે,

આવડી જશે સંમ્બધો જાળવવાનો હુન્નર,
દુશ્મનો આપ મેળે ઘરે આવતા થઈ જશે,

છોડી તેની મરજીએ પછી ભેગા કરજો હાથ,
આપો આપ એ પ્રાર્થનાની અસર થઈ જશે,

મનાવવાથી થાકી ચુક્યો છું હવે હું નીશીત,
છો નારજ તો આવો સામે નીર્ણય થઈ જશે.

નીશીત જોશી 09.07.11

શનિવાર, 9 જુલાઈ, 2011

આનંદ લેવો જીંદગી છે

ગમતી ચીજો તો સૌને ગમે,
ન ગમે તેનો આનદ લેવો જીંદગી છે.

ગમતુ કામ કરવુ સૌને ગમે,
ન ગમતુ કરી આંનદ લેવો જીંદગી છે.

માનતા હોય તે સૌને ગમે,
ન માને ત્યાં રહી આંનદ લેવો જીંદગી છે.

દોસ્તોને ત્યા જવુ સૌને ગમે,
દુશ્મનોના ધરે આંનદ લેવો જીંદગી છે.

પોતાના કહીએ તે સૌને ગમે,
પારાકાને કહીને આનંદ લેવો જીંદગી છે.

જીવન સુખમય જાય તે સૌને ગમે,
દુઃખમા સુખનો આનંદ લેવો જીંદગી છે.

નીશીત જોશી 08.07.11

દેખાય છે


આંખ બંધ છે પણ તે સામે દેખાય છે,
સપના નથી પણ તે સપને દેખાય છે,

ધરતીનુ મીલન નભ સંગ થતુ જ હશે,
ક્ષતીજની પાર એટલે જ તે દેખાય છે,

મુલાકાત ને કહો શું નામ આપવુ હવે,
દરેક જગ્યાએ હર ક્ષણે સાથે દેખાય છે,

કહે છે છોડે છે સાથ પડછાયો તો પણ,
નીહાળતા કાચમાં પ્રતીબીંબે દેખાય છે,

નથી ક્યાંય પણ છે તેનુ અસ્તીત્વ બધે,
દરેક સ્વાસના બીજા સ્વાસે તે દેખાય છે,

ક્યારેક તો થશે મહેર અમ પર પણ તો,
પ્રેમના અણસાર તેના પર હવે દેખાય છે,

જોઇ પણ લઇશુ કદાચ તો ઉદ્દગાર એ હશે,
જેવા ધાર્યા હતા તેવા જ તો એ દેખાય છે.

નીશીત જોશી 07.07.11

इल्जाम


महोब्बत पर आज फिर इल्जाम आया,
दिल तुटने पे आज तेरा ही नाम आया,

मजबुर न हम थे, न वो जो थे हमराज,
दोस्तोसे दिलपर खंजरसे इनाम आया,

वादा तो था साथ नीभानेका उम्रभरका,
पर राहे दर्मीयां हमारे वो ईमाम आया,

खता किसकी थी न चल पाया ये पता,
कत्लके बादका इस्तीहार तमाम आया,

कब्र तक की राहमे कभी न मीले फुल,
कब्र पर फुल ए गुलदस्ता युं आम आया,

हसते थे महोब्बत की हर बात पर यहां,
जनाजा देखके रोना उसे भी बेफाम आया ।

नीशीत जोशी 05.07.11

લોકોએ.


હાથોમા પોતાના જ શરીર ઉપાડ્યા છે લોકોએ,
ચહેરા પર કેટલા ચહેરા લાગાડ્યા છે લોકોએ,

આંખોમા છે મજબુરી, છે મુશ્કાન હોઠો પર તો,
હ્રદયમા કેટલાય દુઃખોને છુપાવ્યા છે લોકોએ,

આ માણસોના હકની વાતો અહીં કોણ કેમ કરે,
કહેવા માટે તો આ નભને ઉપાડ્યા છે લોકોએ,

ગભરાયેલુ છે શહેર, પક્ષીઓ પણ છે ડરેલા,
હાલતને નજરોથી ભરમાવી રાખ્યા છે લોકોએ,

ગામડુ હોય કે શહેર, લોહીથી ડુબેલી છે નદીઓ,
ખંજરોને પોતાના હાથોમા જ ઉપાડ્યા છે લોકોએ,

કંઇક તો કરો નીશીત અંધારૂ ફેરવાય ઉજાશે અહિ
બાકી ઘેટાઓની ફૌજને પોતાની માન્યા છે લોકોએ.

નીશીત જોશી 02.07.11

........


तेरी जुस्तजु तेरा ही ईन्तजार है,
यह सुकुने कस्ती अब तारतार है,

कब आयेगी वोह जन्नते हुस्नपरी,
कायनातमे यह रुह अब बीमार है,

दुनियाने रोका पर पी गये वो जाम,
नयनसुरा बहोत अब असरदार है,

तबीबोने पुछा हालेदिल मेरा जरा,
इलाज बाद हालतमे अब खुमार है,

रहेनुमा बनाया सब रिस्ते तोडके,
तहजिब भुल कहां अब शर्मोसार है,

बीखरे पडे थे फुल रास्तोमे मुरजाये,
फुलभी पथ्थर बनके अब राहगार है ।

नीशीत जोशी

ક્યારેક


દુર રહીને પણ નજરે વસવા આવે છે ક્યારેક,
મૌન રહીને પ્રેમએકરાર કરવા આવે છે ક્યારેક,

બાગોના ફુલો માફક ક્યારેક મહેકે છે શ્વાસોમા,
પરી બનીને સપના સજાવવા આવે છે ક્યારેક,

આરીસો હોય સામે 'ને જોતો રહુ તેમા પ્રતિબીંબ,
ખુબસુરત એ ચહેરો દેખાડવા આવે છે ક્યારેક,

બનીને રાધા વહતી જાય છે એ તો મુજ મનમાં,
શ્યામદિવાની મીરા પણ વસવા આવે છે ક્યારેક,

વાંચી તુજને રચનાઓ સમજાય જશે મુજ વાતો,
હ્રદયની એ વાતો પણ મનાવવા આવે છે ક્યારેક,

આવે છે મનમા, કહું તુજને પામવાની અધીરાય,
ખોવાનો ડર મુજ હોઠોને સીવવા આવે છે ક્યારેક.

નીશીત જોશી 28.06.11

શું છે?

કોઇને કામ ન આવે એ જીંદગી શું છે?
ભેગા ન થાય બેહાથ એ બંદગી શું છે?

વાતો દલીલો કરી વાત બનતી નથી,
વજન વાતમા જ ન હોય એ વાત શું છે?

ઉંચા આલિશાન મહેલોમા રહે જે લોકો,
તે શું સમજે ગરીબોની એ ગરીબી શું છે?

ખુલા શરીર ખાલી પેટને મજબુર છે જે,
વિચારજો ખરા તેની એ જીન્દગી શું છે?

મોજ માટે મિત્રો હશે હજારો-લાખો પણ,
સમયે જ કામ ન આવે એ મિત્રતા શું છે?

શાંતી ને જે જગ્યાએ મળ્યુ સ્થાન ન હોય,
તે ઘર તો નથી જ ' નિશિત'એ શહેર શું છે?

નીશીત જોશી 11.08.09/27.06.11

માણસ


દુનિયાની ભીડમાં ખોવાય જાય છે માણસ,
જાત પ્રેમના નામે અટકાય જાય છે માણસ,

સંબધોની પરોજણે મુંજાય જાય છે માણસ,
પોતાના'ને પારકામાં ફસાય જાય છે માણસ,

ઘર ભુલી મહેલ જોઇ રૂંધાય જાય છે માણસ,
અમીર થવાની દોડે ભરમાય જાય છે માણસ,

જાત ધરમના નામે વીખુટાય જાય છે માણસ,
માનસ્વમાનમાં રહી ખોરવાય જાય છે માણસ,

ન મળ્યાના મોહમાં સલવાય જાય છે માણસ,
ન મળ્યુ કંઇ અફસોસે પસ્તાય જાય છે માણસ,

પોતે કર્યુના વહેમમાં ભરમાય જાય છે માણસ,
જેનુ સર્વસ્વ તેનાથી વિસરાય જાય છે માણસ.

નીશીત જોશી 26.06.11

तुम मुजको ही आजमाते रहे


तुम मुजको ही आजमाते रहे,
हम खुदको ही समजाते रहे,

दिया अदासे प्यारका वास्ता,
रिस्ता तुटने से गभराते रहे,

अश्क बहते रहे जुबा खामोश,
गमोको दिलमें दफनाते रहे,

वादा किया पर निभानेमे देर,
बारबार बातोको दोहराते रहे,

वाकिया चला जबभी प्यारका,
यादोसे दिलको सहलाते रहे,

सवालोके बवंडरमे युं फसाया,
वो सवाली जवाब सुलजाते रहे,

थी वो तारीख और है आजकी,
तेरा दिवाना पागल कहलाते रहे ।

नीशीत जोशी 25.06.11

છે ઘણા


પ્રેમ કરી પારિતોષ મેળવનારા છે ઘણા,
પાળીયા બની અમર બનનારા છે ઘણા,

પાછા ઋણાનાબંધને બંધાય તો જાય છે,
પણ ઉલુપ્ત થઇને નિહારનારા છે ઘણા,

પ્રેમ ગલીઓમાં રોનક થતી નથી ઓછી,
એ જીંદગીના મેળામાં ફરનારા છે ઘણા,

રહે છે વાતો બની યાદ વિરહ મિલનની,
તખ્તી બની દિવાલે લટકનારા છે ઘણા,

સુંદર ચહેરા પણ હોય તો છે માટીના જ,
માટીમા બનીને માટી ભળનારા છે ઘણા,

પ્રેમ થયા બાદ કદીએ વિસરાતો નથી,
એના મીઠા સ્મરણૉમાં રહેનારા છે ઘણા,

પ્રેમ તો છે એક અમુલ્ય ઇશ્વરી નજરાણુ,
'નીશીત' જેમ યાદોમાં જીવનારા છે ઘણા.

નીશીત જોશી 24.06.11

तय है


कब्रका सही रस्ता उन्हीका तय है,
सही जीयेतो जीना उन्हीका तय है,

घुमते रहते है राहो गुजर यहांवहां,
गुमसुदा बन जाना उन्हीका तय है,

ठोकरे खाते रहो भटकने पे राह में,
न समजे तो गीरना उन्हीका तय है,

गुरुर से नीकले है बारीस के मौसममे,
छाता भुले जो भींगना उन का तय है,

मुश्कील पलोमें भी गर याद करोगे,
राहगीर बनके आना उन्हीका तय है,

न भुलो हर राह उनकी बनायी हुयी,
नाम जो ले संभलना उन्हीका तय है,

उनकी इबादतसे सहारा मीलना तय है,
दुआओसे संभलजाना उन्हीका तय है....

नीशीत जोशी 23.06.11

શું ખબર પણ છે?

કોણ અક્ષર ઘડનાર,શું ખબર પણ છે?
કોણ શબ્દે સજનાર,શું ખબર પણ છે?

તુ લખે છે તુજની લખાણની છે કળા,
કોણ એ લખાવનાર, શું ખબર પણ છે?

હ્રદય ઉતારે છે કાગળ પર જ્યારે તું,
કોણ હ્રદયે વસનાર,શું ખબર પણ છે?

એ દરિયાયી સફરમા ચલાવે છે હવા,
કોણ હોડીને હાંકનાર,શું ખબર પણ છે?

એક છોડીએ અને બીજો આવે સ્વયમ,
કોણ સ્વાસ આપનાર,શું ખબર પણ છે?

હ્રદય આપી આદેશે પકડાવે છે કલમ,
કોણ એ ખખડાવે દ્વાર,શું ખબર પણ છે?

એ હસાવે છે રડાવે છે દોડાવે પણ છે,
એ માલીક છે રાહગાર,શું ખબર પણ છે?

કલમા લખો કે ગઝલ કે લખો કવિતા,
એક જ છે એ રચનાર,શું ખબર પણ છે?

નીશીત જોશી 20.06.11