ઘરવાળીનો ગુસ્સો મને વાવાઝોડુ લાગે છે
ન કરે જો ગુસ્સો તો, મને અજુગતુ લાગે છે
શાંત જો હોય ત્યારે, એવુ લાગે છે
વાવાઝોડા પહેલાની, નીરવ શાંતી લાગે છે
વાસણો પછાડી કરે અવાજ, એવા લાગે છે
વરસાદ પહેલાના, વાદળોનો ગળગળાટ લાગે છે
જો માથે ઢોળે દાળનુ તપેલુ, એવુ લાગે છે
પડ્યો હોય વરસાદ જાણે, એવુ લાગે છે
કરો છો કદાચ ‘નિશિત’ મારો વિચાર એવુ લાગે છે
દરીયો પણ થાય છે શાંત તોફાન પછીએવુ લાગે છે
નીશીત જોશી
શુક્રવાર, 31 જુલાઈ, 2009
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો