સોમવાર, 31 મે, 2010

તો એ વાંક કોનો હતો?

કેમ કરીને કહેવુ, વાંક કોનો હતો?
પડ્યા ત્યારે તેમા, હાથ કોનો હતો?

હ્રદયે કર્યુ કામ પોતાનુ, મુકી બધુ નેવે,
હ્રદયમા ઉપજાવેલ, એ ઉફાણ કોનો હતો?

ભર વૈશાખે, આવી જતા અગાસીએ મધ્યાને,
મનની ઉર્મીઓ ઠાલવતો, એ ઇજહાર કોનો હતો?

કલમે તો ઉતાર્યુ છે, હ્રદયને કાગળ પર,
યાદ કરો, રૂધીરથી લખેલો, એ કાગળ કોનો હતો?

બેઠા હતા જે નદીની પાળે , સમુદ્રના કિનારે,
વિચારતા જોઇ સંગમને મનમા, એ ઇન્તજાર કોનો હતો?

મેળવી રાખતા મૄગનયનો ને અમ નયનોથી,
વગર કહ્યે કહી દેતા બધુ, એ મૌનસંવાદ કોનો હતો?

વારતાઓ સાંભળી બીજાના વિયોગની બીજા પાસે,
સંભળાવતા, નીકળતો આંખોમાનો, એ અશ્રુ દરિયો કોનો હતો?

કરતા કરતા થયેલો આપણો આ દુનીયાનો અમુલ્ય પ્રેમ,
વાંક એમા ન હતો તારો, ન હતો મારો, તો એ વાંક કોનો હતો?

ની............શી............ત...........જો............શી

રવિવાર, 30 મે, 2010

તુજને ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે


મુજને મારા માલીક આપ્યુ ઘણુ બધુ છે,
તુજને ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે.

ન મળત જો સહાય આપેલી તુજની,
તો શું હોત દુનીયામા ઔકાત મુજની,
આ બંદો તુજને આસરે જ જીવ્યો છે,
તુજને ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે.

આ જાયદાદ આપી છે ને ઔલાદ આપ્યા છે,
મુસીબતના ટાંણે હર સહાય પણ આપી છે,
આપેલુ તુજનુ બધુ અમે ખાધુ પીધુ છે,
તુજને ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે.

મારો જ નહી તુ સૌનો છે દાતા,
સૌને બધુ જ આપતા અપાવતા,
ખાલી હતી જે ઝોળી તે જ ભરી છે,
તુજને ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે.

મુજનુ ભુલી જવુ તુજનુ ન ભુલાવવુ,
તારી મહેરબાનીઓને શું શું કહેવડાવુ,
તુજના આ પ્રેમે જ કર્યો મુજને પાગલ છે,
તુજનો ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે.

તારી પ્રાર્થના થકી હું અહિયા છુ માલીક,
તારી મહેરબાની થકી જીવતો છુ માલીક,
આ બંદો તુજ સહારે જ જીવ્યો છે,
તુજને ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે.

જમાનાની મહેરબાની મુજને આપી છે,
મારી મુશ્કેલીઓને તે સરળ કરી છે,
મળ્યુ છે જે તુજ દ્વારથી જ મળ્યુ છે,
તુજને ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે.

નીશીત જોશી

સોમવાર, 24 મે, 2010

शुक्रिया जताना उतना आसान नही है



शुक्रिया जताना उतना आसान नही है,
हम्हारा घाव अभी तलक भरा नही है,

कंधे पे सर था हटा दिया दे के घाव,
वजन कंधे से अभी भी कमा नही है,

लहराती जुल्फो की एक लट रह गई,
लट तो हटी मगर यादेजुनुन जाता नही है,

लग गया था दाग कुमकुम का कंधे पर,
वह दाग तो गया दिल पे लगा दाग जाता नही है,

कह दिया आसानी से शुक्रिया तुमने,
कहां से लाये वो नज्म दिल अब गाता नही है |

नीशीत जोशी

શનિવાર, 22 મે, 2010

अकेला खडा था


रोशनी बहोत थी, मगर, घर अंधेरे से भरा था,
कहने को तो लोग बहोत थे, मगर, अकेला खडा था,

अंजान थी राहे, चलना भी तो था अकेला,
पथ भटक गये तो, गुमराही बना खडा था,

ईन्तजार करना न आया, करते भी कैसे?
हरबार एक नया आयाम, पथ दिखाने खडा था,

गर्दिस मे थे मेरे सामने के नजारे,
किनारे एक मुस्तफा मुश्कराते खडा था,

न जानते थे उसकी हसी का कारण,
शायद वह भी अपनी कस्ती लिये खडा था,

अब सुनली है दिलकी आवाज छोड दिमाग,
आसरा बस उसका जिसके लीये खडा था,

भरोसा है पूरा, आयेगा जरुर देरसबेर,
नीद उडा के इसीलीये उसके पथ जागता खडा था ।

नीशीत जोशी

શુક્રવાર, 21 મે, 2010

મારો દિવસ ઉગાડી દેજે

બની ને લહેર મારી નાવ ને પાર કરાવી દેજે,

તોફાન પણ જો આવે ગર કિનારો દેખાડી દેજે,

નથી કોઇ ગતાગમ મને નાવ હાંકવાની,

કરી મહેરબાની મુજ પર ચલાવતા શીખાડી દેજે,

જાણુ છુ નથી હું એકલો તુજ માટે આ જગમા,

સુતો છુ હું મુજને હવે ખોલાવી આંખો જગાડી દેજે,

રાતો તો ઘણી જોઇ સપના પણ જોતો રહેલો,

આથમી અમાવસ્યાની રાતો મારો દિવસ ઉગાડી દેજે.

નીશીત જોશી

રવિવાર, 16 મે, 2010

ન મળી એ શરાબ મને


જીન્દગીભર હું જુમતો રહ્યો, જજુમતો રહ્યો,
ન પીવા મળી તો એ ,મનતૄપ્ત શરાબ મને,

મયખાનામા પડ્યો, ગલીઓમા ફર્યો,
જામ તો મળ્યા ઘણા, ન મળી એ શરાબ મને,

પુછેલુ હર શાકી ને, તેના ઘરનો રસ્તો,
નશામા ભુલ્યો પથ, ન મળી એ શરાબ મને,

ઉતરી ગયો છે નશો, થાકી પણ ગયો છું,
હવે તો કોઇ આવો ,પીવડાવો, એ શરાબ મને,

નહી કોઇ આવે તો, હવે જતો રહીશ ઉંડાણે,
કદાચ, ત્યાં કોઇ આવે શાકી, આપવા એ શરાબ મને,

તલપ લાગી છે પીવાની, હવે મટતી નથી,
લાગે છે ફના કરી દેશે, એ મનતૄપ્ત શરાબ મને.

નિશીત જોશી

શુક્રવાર, 14 મે, 2010

હ્રદય

વાયરા તો વાય, બરફ પણ પીગળી જાય,
પણ આ હ્રદય ન વિસરાય તે જોજે,

મૄગજળ જોઇ વિચલીત થાય મન,
પણ આ હ્ર્દયપ્યાસ કેમ તૄપ્ત થાય તે જોજે,

અમુલ્ય છે આપણા બાંધેલા આ સંબધ,
પણ હ્રદય સંબધને હંમેશા ટકાવી રાખે તે જોજે,

આવે જો પથરાળ પથ આપણા પથમા,
પણ હ્રદય ન થાય ઘાયલ ક્યારેય તે જોજે,

કરનાર તો કરવાના વ્યાખ્યા સ્વયમ સંબધની,
પણ સાંભળી હ્રદય વ્યથીત ન થાય તે જોજે.

નિશીત જોશી

ગુરુવાર, 13 મે, 2010

અમાનત

જુની અમાનત એક એવી છે, જે મુકાતી નથી,
આપેલી છે કોઇ પોતાએ, જે ભુલાતી નથી,

આપતા વખતે કહ્યુ હતુ, સાંચવજો જતનથી,
પાછી સોપવી છે અમાનત, પણ તે લેતી નથી,

અમાનતને સાંચવી ને બેઠો છુ ક્યારનો,
સુતી છે સામે એવી ,બોલાવ્યે રાખુ, પણ ઉઠતી નથી,

એક જ અવાજે દોડતી આવી જતી ઉઘાડા પગે,
કર્યા એવા અબોલા, આંખો પણ ઉઘાડતી નથી,

કોને કહેવુ? અસહ્ય થઈ એ અમાનત તેની,
કોઇ તો જગાડી કહો,વગર તેને આ સહેવાતી નથી,

કહે છે લોકો, નહી ઉઠે હવે ક્યારેય ફરી,
જાણતા નથી શું તેઓ? ફુલોની સુગંધ કરમાતી નથી,

નથી આપતો હવે એ અમાનત પરત તેને,
ખબર છે, જન્મો જન્મ સુધી પણ, તે મંગાતી નથી,

હશે આશા, તેને પણ, બીજા જન્મની માટે જ,
કબર પર ગયેલો છતા, તેને અમાનત દેખાતી નથી.

નીશીત જોશી

બુધવાર, 12 મે, 2010

हम कहते

अगर चांद न होता आसमां मे तो उसे हसीन कहते,

मगर चांद तो है बहोत दुर,

वोह खुद भी तो पास नही,

मीलते तो बहोत कु्छ उनसे मुलाकातो में कहते,

अगर बागोके फुल होते तो उसे उनकी खुश्बु कहते,

बाग भी है भरा पडा फुलो से ,

फुल की कीस्म भी है बहोत,

मीलते तो उसे फुलो से चुन चंम्पा या गुलाब कहते,

अगर रुठे जो हम उसे मनाने को कहते,

हम तो उसे किसीभी बहानेसे यहां आने को कहते ।

नीशीत जोशी

રવિવાર, 9 મે, 2010

पहॉच गये कब्र पर

वादा तो किया पर निभाया नही आपने,
हम ईन्तजार करते करते पहोंच गये कब्र पर,

यह तो गनीमत है याद तो आया आपको,
हमारे लिये गुलदस्ता ले कर तो, पहोच गये कब्र पर,

फुलो से है दोस्ती इसलीये देख उठ पडेगे,
बहलाके मनको रकीब बनना पडेगा, जो आंसु पड गये कब्र पर,

गुमसुदा जीन्दगी बसर की है यादोमे सिर्फ,
मरने के बाद शायद आये आपको याद, सोच यही पहॉच गये कब्र पर ।

नीशीत जोशी

MAA..........

શનિવાર, 8 મે, 2010

અંજામ કેવો હશે કેમ કહીયે અમે

અંજામ કેવો હશે કેમ કહીયે અમે,
પ્રેમપથ પર પગલા માંડ્યા અમે;

ન હતી કોઇ હાર કે ન હતી જીત,
અજાણ્યા હતા ઇનામથી અમે;

પથ પર બીછાવેલી કાલીન કાંટાઓની,
ફુલ સમજી ચાલી નીકળ્યા અમે;

બોલે જે બોલ તે બની જતી ગઝલ,
ફક્ત ઇર્સાદ ઇર્સાદ કરતા હતા અમે;

ભુલવા ઇચ્છો પણ ન થાય ઇચ્છા પુરી,
સ્વાસો સ્વાસમા જ્યારે વસાવ્યા અમે;

તસ્વીર તો હતુ એક બહાનુ યાદનુ,
આયનામા પણ તેને જ નીહાળીયે અમે;

ઝેર પણ નહી લાવી શકે મોત,
પી પી ને રીઢા થઈ ગયા છીએ અમે.

નીશીત જોશી

શુક્રવાર, 7 મે, 2010

પ્રેમમા

પ્રેમમા તરબોળ એટલા, લાગે પથ નજીક,
હોય જોજનો દુર ભલે તેઓ, લાગે તે સમીપ,


કરી કરી યાદ તેને, હ્રદય ગાય સુંદર ગીત,
સામે આવ્યે ન બોલાય, કેવી આ પ્રેમપ્રીત,


હ્રદય બીચારૂ જાય રડ્યે, આવે જો વિયોગ,
વિરહ વેદના આંખો સહે, કેવો આ સંયોગ.


નીશીત જોશી

ગુરુવાર, 6 મે, 2010

મિત્રો જુઓ, નદી શું કહે છે?


નદીએ કહ્યુ મારે તરવુ છે,
પણ મને એ દરિયો ડુબાળે છે,

જેમ જેમ પહોંચુ સમીપ તેને,
પોતાનામા તે મને સમાવે છે,

દિલ છે વિશાળ આ દરિયાનુ,
મુજ જેમ કેટલીઓ સાથે અજમાવે છે,

તેની અદા એ જ તો પસંદ આવી,
સમર્પીત જે થાય તેને તે સ્વીકારે છે,

નથી એ બેવફા, કરે છે એ પ્રેમ અપાર,
એટલે જ મજધારે લઈ દિલમા ઉતારે છે .

નીશીત જોશી

બુધવાર, 5 મે, 2010

કેમ?

વાંક ન હતો કોઇનો પણ નીકળ્યો કેમ?
પછી આજે અમ સંગ ઝગડો નીકળ્યો કેમ?

હ્રદયથી બાંધેલો છે સંબધ ન હોય વાંક તેનો,
અને ન હતો વાંક કલમનો તો લખાયુ કેમ?

તરસ હતી મીઠા પાણીની ખારાસ આપી કોણે?
છતા કહો તો નયનોએ વહાવ્યા એ નીર કેમ?

સમય તો છે બળવાન બધાથી વધારે,
આજે સંજોગો થઈ સંયોગ આડા આવ્યા કેમ?

અમે તો કરી બેઠા કરતા કરતા પ્યાર તુજ સંગ,
પણ આજે વાતે વાતે મુજનો કાઢ્યા કરો છો વાંક કેમ?

વાંક ન હતો કોઇનો પણ નીકળ્યો કેમ?
પછી આજે અમ સંગ ઝગડો નીકળ્યો કેમ?

નીશીત જોશી

મંગળવાર, 4 મે, 2010

જો મુલાકાત ન હોય


ફુલોથી ન ભરાય આ દિલ જો તેમા સુગંધ ન હોય,
તારી યાદોથી ન ભરાય આ દિલ જો મુલાકાત ન હોય,

કર્યા કરીએ નાનામોટા યત્ન પ્રયત્નો મળવા માટે,
તારી તસ્વીરથી ન ભરાય આ દિલ જો મુલાકાત ન હોય,

પથ ભટક્યાનો નથી અફસોસ હવે રહ્યો મુજને,
તારી શરણાગતીથી ન ભરાય આ દિલ જો મુલાકાત ન હોય,

બહુ કર્યા આંટાફેરા જગતમા આશિર્વાદ પામવા માટે,
ફરી એક વાર ચિતાએ કેમ ચડાય જો મુલાકાત ન હોય .

નીશીત જોશી

સોમવાર, 3 મે, 2010

પોતાનુ

સળગતુ રાખેલ એ દિલને જે છે પોતાનુ,
કોઇ હતુ એ અજાણ્યુ આજ બન્યુ છે પોતાનુ;

ખબર છે સમય નથી ઠહેરતો કોઇના કિધે,
મૄત્યુ તો આવે રાખુ ખુલ્લુ કે બંધ બારણુ પોતાનુ;

સપના સેવુ હુ રાતરાત ભર સુહામણા,
નજરો જુકાવી કરૂ હુ એકરાર,અરે !આ તો છે પોતાનુ;

શરાબને રાખુ છુ હુ જોજન દુર પોતાથી,
નશો ચડે છે પી પી ને નયનોનુ કામણ જે છે પોતાનુ;

જો તુ આવે એકવાર મારા બાહુપાશમા પ્રિયે,
નીછૌવાર કરૂ મારૂ સર્વસ્વ તુજને નહી રહે પોતાનુ ;

બનીને તો જો એકવાર મારો પ્રિયતમ,
ફના થઈ રહી ચરણોમા કાઢીશ જીવન પોતાનુ.

નીશીત જોશી

શનિવાર, 1 મે, 2010

छोड दिया

कहते हो तुमने हमे छोड दिया,

पर कहां है हम जो तुमने छोड दिया,

न दिन ढलता है और न गुजरती है रात,

तुमने तो हमे यादो के सहारे छोड दिया,

सपने भी आना भुल गये भटकके रास्ता,

बदलते रहते है करवटे नीदने भी साथ छोड दिया,

करते होते है कुछ और हो जाता है कुछ और,

हर पल हमारे जो थे तुम्हारे, बेसहारा छोड दिया,

आओगे तुम मना लेंगे हम कभी ना कभी,

सोच यही बात जीन्दगीको आशाओ के भरोशे छोड दिया।

नीशीत जोशी