બુધવાર, 30 સપ્ટેમ્બર, 2009

મારી માં


શિવ રૂપે કે શક્તિ રૂપે તુ તો છે મારી માં
બાળક છીએ તુજના ખોળે રમાડ મારી માં
તુ અભયપદ દાયીની છે મારી માં
ચરણે આરોટવા દે હવે મારી માં
માર્યા તે ચંડ્મુંડ જેવાઓ ને મારી માં
કરી નાશ તેને પણ આપ્યો છે મોક્ષ મારી માં
નથી કરી ભલે ભક્તિ મે તારી મારી માં
માફ કરી લાડલાઓમા ગણતરી કર મારી માં
ગરબો લીધો છે તારા નામનો મારી માં
નવલા નોરતામા રમવા આવ મારી માં

નીશીત જોશી

સોમવાર, 21 સપ્ટેમ્બર, 2009

આંખોથી


શા માટે વહાવ્યા મોતીઓ આંખોથી
અટકેલાને બહાર કાઢ્યા આંખોથી
મળવાના તો હતા જ તમોને અમે
શા માટે ધોધ વરસાવ્યો આંખોથી
ન કર્યો વિશ્વાસ સ્વ- હ્રદયનો પણ
નજર તો કરવી હતી હ્રદયની આંખોથી
આભ અને ધરતી નુ મીલન હોય જ છે
દેખાડીશુ ક્ષતીજની પાર અમારી આંખોથી
કર્યો છે પ્રેમ તો નીભાવજો સદા
વિરહ વેદના ચોરી લઈશુ આપની આંખોથી


નીશીત જોશી

રવિવાર, 20 સપ્ટેમ્બર, 2009

वही मेरी राधारानी के शरण है


आज लीला एक नयी देखी है,

प्यार के पथ की नई दिशा देखी है,

कहते है जीसे विष्णु दुनीया,

बने सब के पालनहार वोह है,

जो है महाविष्णु भ्रमांड में

कहलाते नारायण इस जगमें है,

जीनके शरण जग सारा पडा है,

वही मेरी राधारानी के शरण है ।


नीशीत जोशी

શા માટે કરીયે

વફા જ જ્યારે ન ગમે તેવી વફા શા માટે કરીયે
દુઆ જ્યારે આકાશે ન પહોંચે તેવી દુઆ શા માટે કરીયે

પેલી દિવાનીના સપના રાતદિન જોઇયે રાખીયે
નસીબમા જો સપના જ હોય તો મળવાની ઇચ્છા શા માટે કરીયે

દિલની હરએક ધડકન તેને દુઆ આપે હર ધડી
તેઓ સાંભળ્યુ ને અણસાંભળ્યુ કરે તો પ્રેમએકરાર શા માટે કરીયે

તેની યાદ તડપાવશે જીવનભર આ રીતે જ
સારૂ તો એ છે ભુલી જાવ 'નિશિત' ધાવ ને નાસુર શા માટે કરીયે

નીશીત જોશી

શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2009





ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2009

કહેવા માટે તો આભ ઉપાડેલુ છે લોકોએ

હાથોમા પોતાના જ શરીર ઉપાડ્યા છે લોકોએ
ચહેરા પર કેટલા ચહેરા લાગાડેલા છે લોકોએ
આંખોમા છે મજબુરી, છે મુશ્કાન હોઠો પર
હ્રદયમા કેટલાય દુઃખો છુપાવેલા છે લોકોએ
માણસોના હકની વાત અહીં કોણ કરે
કહેવા માટે તો આભ ઉપાડેલુ છે લોકોએ
ગભરાયેલુ છે શહેર પક્ષીઓ પણ છે ડરેલા
હાલતથી નજરો છુપાવી રાખી છે લોકોએ
ગામડુ હોય કે શહેર લોહીથી ડુબેલી છે નદી
તલવારને પોતાના હાથોમા ઉપાડેલી છે લોકોએ
કંઇક તો કરો કે થાય રોશની અહી
ઘેટાઓની ભીડને જ પોતાની માની છે લોકોએ

નીશીત જોશી

બુધવાર, 16 સપ્ટેમ્બર, 2009

ढुंढते थे धर मीला आसीयाना



किसने कहा हम छोड के चले गये,

हम तो आपके दिलमे उतर गये,

जरा नजर करो देखो सर जुकाके,

दिख जायेंगे आपको हम कहां गये,

ढुंढते थे धर इस जहां मे निशित अबतक,

मीला आसीयाना और हम बस गये ।


नीशीत जोशी

મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2009

ગમતી ચીજો તો સૌને મળે

ગમતી ચીજો તો સૌને મળે
ન ગમે તેનો આનદ લેવો જીંદગી છે
ગમતુ કામ કરવુ સૌને ગમે
ન ગમતુ કામ કરી આંનદ લેવો જીંદગી છે
માનતા હોય તે સૌ ને ગમે
ન માને ત્યાં રહી આંનદ લેવો જીંદગી છે
દોસ્તોને ત્યા જવુ સૌને ગમે
દુશ્મનો ના ધરે આંનદ લેવો જીંદગી છે

નીશીત જોશી

શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2009

તુ આવે

આવે તુ ત્યારે હવામા ખુશ્બુ આવે

બાગોમા તો જાણે વસંત આવે

ચંદ્રમા ને જાણે પુર્ણિમા આવે

આભને જાણે આભા આવે

સવાર ને જાણે મહેક આવે

ન પુછજે મને તારામા શું આવે?

કારણ તુ મને જ તો મળવા આવે


નીશીત જોશી

ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2009

बाते बहोत छोटी लगती है

देखा मैने, कभी कभी बाते बहोत छोटी लगती है

मगर वही बाते कभी कभी बहोतही बडी लगती है

दिल के जख्मो को मल्हम लगाया हमने

पर जख्मो की नीकली आह नासूर लगती है

आने का इन्तजार था ना आये वो पर आयी याद

आने भी न दी पुरी यादे ,रात भी तो अब जाती लगती है

सुना था बाते करना अच्छा लगता है उन्हे

करने बैठे बाते तो दोस्तो को फरियाद लगती है


नीशीत जोशी

બુધવાર, 9 સપ્ટેમ્બર, 2009

બાપ કરતા બેટો સવાયો થયો

બાપ કરતા બેટો સવાયો થયો

બાપ બેઠો બેટો ભાગતો થયો....

બાપ કરતા બેટો સવાયો થયો


ચલાવતો સાયકલ બાપ

હવે બેટો લોનપર ગાડી ચલાવતો થયો...

બાપ કરતા બેટો સવાયો થયો


લખતો બાપ પોસ્ટકાર્ડમા પત્ર

હવે બેટો ઇમેલ કરતો થયો....

બાપ કરતા બેટો સવાયો થયો


બાપ ઉભો રહેતો ટ્રંકકોલની લાયનમાં

બેટો તો મોબાઇલમા વાતો કરતો થયો....

બાપ કરતા બેટો સવાયો થયો


બાપ ગભરાતો છોકરીઓ જોઇને

બેટો તો છોકરીઓને ગભરાવતો થયો....

બાપ કરતા બેટો સવાયો થયો


ઇજ્જત કરતો બાપ તેના બાપની

હવે તો બેટો બાપને જ વઢતો થયો....

બાપ કરતા બેટો સવાયો થયો


પછેડી જોઇ ખર્ચ કરતો બાપ

બેટો ઉધાર કરી ક્રેડીટ્કાર્ડ વાપરતો થયો....

બાપ કરતા બેટો સવાયો થયો


ન સમજાયુ નિશિત મને સમજાવજો કોઇ

આવી સરસ કહેવતનો દુરઉપયોગ થયો....

બાપ કરતા બેટો સવાયો થયો



નીશીત જોશી

પોતાના કામથી ન ભાગવુ

વરસાદ નુ કામ છે વરસવુ

પવન નુ કામ છે ફુકાવુ

નદી નુ કામ છે વહેવુ

ભુમી નુ કામ છે ઉપજાવવુ

ફુલો નુ કામ સુગંધ ફેલાવવુ

મોસમ નુ કામ છે બદલાવવુ

પણ માણસને કેમ સમાજાવવુ

પોતાના કામથી ન ભાગવુ


નીશીત જોશી

મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2009

मत कहेना प्यारमें तो यह होते रहेता है


भुलते वह है जीसे कोइ याद आता है,
पर कैसे भुले उसे जो दिलमें ही रहेता है,
आंखे तो छलक ही जायेगी यादमें उसके,
यादमें उनकी यह दिल बैचेन जो रहेता है,
ईन्तजारभी खत्म होगा एक दीन जहांमे,
राहके पथ्थरभी तो गुमसुदा होते रहेता है,
न छोडना हाथ आने पे उसके जो आये पास,
यह मत कहेना प्यारमें तो यह होते रहेता है ।

नीशीत जोशी

મારો પડછાયો જ શોધવા નીકળ્યો મને

હાલરડા ગાવા લાગી નીદર મને
તારી યાદ આવી રડાવવા મને
સૌને કહી દો એકલવાયો થયો છુ હુ
આવી જાય હવે અજમાવવા મને
ગુસ્સામા પણ રહે છે ઠંડુ લોહી
ન જાણે આ શું થઇ ગયુ છે હવે મને
તો શું સાચે જ ખોવાય ગયો છું ક્યાંક
મારો પડછાયો જ શોધવા નીકળ્યો મને
વર્ષો જુની વાર્તા છું હું કોઇ
ભુલાવી દો હવે ‘એ દુનીયા’ મને
હવે તો ઠરવા લાગ્યો છું નિશિત
જલાવ્યો છે પ્રેમ-સમીરે જ મને

નીશીત જોશી

શનિવાર, 5 સપ્ટેમ્બર, 2009

હશે સાથ તારો પાછો નહી પડુ ક્યારેય હું

જોડતો રહ્યો તુટેલા કાચના ટુકડા
કોશીશ છતાં ન જોડી શક્યો ક્યારેય હું
જોયુ આરીસામા જ્યારે પણ
ના ઓળખી શક્યો પોતાને ક્યારેય હું
અપુર્ણતા ના સપના સેવતો બેઠો
જાણુ છુ મંજીલને નહી પામુ ક્યારેય હું
હવે ફક્ત તારો છે આસરો મને
હશે સાથ તારો પાછો નહી પડુ ક્યારેય હું

નીશીત જોશી

શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2009

चल कही अब दुर तुजे ले जाये

चल कही अब दुर तुजे ले जाये

इस जहां से उस जहां ले जाये

ना होगी कोइ जुस्तजु

ना रहेगी कोइ आरजु

तुम और मै की दुनीया मे ले जाये

चल कही अब दुर तुजे ले जाये

ना होगी नफरते वहां

ना होगी कोइ झंजटे वहां

प्रेम के देशमे तुजे ले जाये

चल कही अब दुर तुजे ले जाये

तुम होगे और में बस वहां

करेंगे गुफ्तगु हम बस वहां

इस चमनसे पार तुजे ले जाये

चल कही अब दुर तुजे ले जाये


नीशीत जोशी

ΨΨΨΨΨΨઅંબાનો જયકાર બોલો અંબે અંબે - મા ભવાની માત બોલો અંબે અંબેΨΨΨΨΨΨ

ગબ્બર ના ગોખ વાળી
ચાચર ના ચોક વાળી
મા અંબા તુ શેરોવાળી મા અંબા તુ શેરો વાળી
છોરુઓને રમાડનારી
ભુખ્યાને પેટ ભરાવનારી
સૌ પર દયા વરસાવનારી મા અંબા તુ શેરોવાળી
આંધળાઓને દ્રષ્ટી આપનારી
દારીદ્ર ના દુઃખ દુર કરનારી
મજધાર થી ઉગારનારી મા અંબા તુ શેરોવાળી
જયકાર નો સાદ સાંભળનારી
કામ સૌના પાર પાડનારી
આ શ્રૂષ્ટીની પાલનહારી મા અંબા તુ શેરોવાળી
નીશીત ને હરધડી ઉગારનારી
ભક્તી અને શક્તી તુ આપનારી
ચરણોમા તુ રાખનારી મા અંબા તુ શેરોવાળી

નીશીત જોશી

ΨΨજે ચડે ગબ્બર એ થાય જબ્બરΨΨ
ΨΨજય અંબેΨΨ

ગુરુવાર, 3 સપ્ટેમ્બર, 2009

આ દુનીયા છે

દગાઓ થી ભરેલુ આ જીવન છે
અને તાળીઓ વગાડતી આ દુનીયા છે
પુછ્યુ જીન્દગીને શું છે જીન્દગી
જીન્દગી કહે સપનાની આ દુનીયા છે
ખુશીઓ હશે લાખો અહી પણ
મારી તો ઉદાસીની આ દુનિયા છે
મળ્યા ઘણા બધા ખુશીમા મને પણ
મનમા ભરેલી નફરત એવી આ દુનીયા છે
કરવો છે પ્રેમ જાણતા નથી શું છે પ્રેમ
પ્રેમમા વિયોગની જ તો આ દુનીયા છે
કરે જેને એક ક્ષણ પ્રેમ બીજી ક્ષણે ભુલાવે છે
આવી બધી રમતોની જ તો આ દુનીયા છે

નીશીત જોશી

બુધવાર, 2 સપ્ટેમ્બર, 2009

हम न आयेंगे

कह दो हमे तो हम चले जायेंगे,
फिर कभी तुम्हे सताने न आयेंगे,
गिले सिकवे सब साथ ले जायेंगे,
बताने तुम्हे कभी हम न आयेंगे,
हसते हुए तुम्हे छोड जायेंगे,
अश्रु ले आंखोमें हम न आयेंगे,
खुशीया सारी तुम्हे दे जायेंगे,
गम दिखाने कभी हम न आयेंगे,
बस यादे हमारी तुम्हे दे जायेंगे,
सिर्फ ख्वाबमें तुम्हारे हम आयेंगे |

नीशीत जोशी