ગુરુવાર, 23 સપ્ટેમ્બર, 2010

तो क्या था


वह दोनो के बीच प्यार न था तो क्या था?
दोनो के बीच एहसास न था तो क्या था?

मीलते रहे बीछडते रहे दर्मीया प्यारमें,
आशमे दिल मचलता न था तो क्या था?

वह तुमही तो थे और वह भी तो था,
पलो के दर्मींया कुछ न था तो क्या था?

हर सांसोमे हर आहटोमे हर धडकनोमे,
उन सबमे तेरी मौजुदगी न थी तो क्या था?

नीशीत जोशी

રવિવાર, 19 સપ્ટેમ્બર, 2010

ચાંદની


મધુર યાદ બની આવી છે ચાંદની,
તુજ નામ કરવા આવી છે ચાંદની,

સુરજ ચાંદના સમીપની થાય વાતો,
સંગાથની એ પળ લાવી છે ચાંદની,

થતુ હોય જ્યારે તે મન ઉદાસ સાંજે,
મુશ્કારાતી એ ક્ષણ લાવી છે ચાંદની,

શોધો છો અહિં-તહિં શાને ચાંદ ને,
પુર્ણીમાનો ચાંદ સંગ લાવી છે ચાંદની,

યાદોમા અરિસાને નાખ્યો છે તોડી,
તુટેલા કાંચના ટુકડા લાવી છે ચાંદની,

તુટેલા કાંચના ટુકડા જોડાયા નહી,
હર ટુકડામા તુજ ચહેરો લાવી છે ચાંદની.

નીશીત જોશી

ગમે છે

ફરી ફરીને આજ, કોઇનુ સાંભળવુ ગમે છે,
કાગળ પરનુ ઉતરેલુ હ્રદય,સાંભળવુ ગમે છે,

કાવ્ય કે ગઝલ આપની, કે હોય મુક્તક,
મનમા ઉતારી, હ્રદયથી સાંભળવુ ગમે છે,

પ્રેમ હોય, કે વિયોગથી ભરેલી એ વેદના,
જુઓ તો ખરા, પાંપણને ભીંજાવુ ગમે છે,

બહાના ગમે તે કરીયે, મહેફિલમા આવવા,
મન તો નાચે, પગો ને ડગમગાવુ ગમે છે,

ન મુકે લખવુ, વાંચવુ વિનવીયે સહ્રદય,
કોઇને કોઇની રચનામા સમાય જવુ ગમે છે.....

નીશીત જોશી

શુક્રવાર, 17 સપ્ટેમ્બર, 2010

शोक


ना पीने का शोक था, ना पीलाने का शोक था,
हमे तो बस, उनको दिलमे बसाने का शोक था,

कमजोर नही थे, बस बना ही रहे थे बसेरा ,
पता चला की उसे तो दिलसे खेलने का शोक था,

शाकी और शराबका रिस्ताभी होता है अजीब
मयखाने मे भी उसे पयमाना टकराने का शोक था,

लडखडाते थे कदम और उनको घर पहोचाने चले,
उसे महेमानोको दर से ही वापस भेजने का शोक था,

दिलने ठान लिया अब की आने दो सामने उसे,
मगर भुल गये हमारे दिलको माफ करने का शोक था ।

नीशीत जोशी

બુધવાર, 15 સપ્ટેમ્બર, 2010

ले जाना उस पार

ले जाना मुजे आज, इस दुनीया के पार,
मुड न जाये वापस, छोड आना उस पार,
मन तो बहोत था रहेने का, इस जहां मे,
जहा भी देखा जहांवालो को, सब बेसार,
अपने अपने मे सब पडे है, सब बेकाम,
ढोंग करते है, मगर है सब यहा बेकार,
काम पडने पर, तुजे भी नही छोडते यह,
घंटी बजा कर मंदीरकी, खोलते है बजार,
भाव-ताल तुजसे भी, जानते नही औकात,
नाम पर तेरे ही, खुलेआम करते है व्यापार,
जी मचल उठता है, देख यह सब बेहाल,
इसीलिये कहते है आके लेजा दुनीयाके पार,
पहनके पहेनावा संतो का, करते है फरेब,
सीख भी नाम मात्र की, बाकी सब कारोबार,
नही बदलेंगे ना बदल सकेगें यह सब को,
मजहबी दंगा करवाते रहेगे, कह के खुद्दार,
अब तु ही कुछ कर सकता है तो कर ले,
वरना चल दोनो साथ चलके रहेंगे उस पार ।
नीशीत जॉशी

मेरे प्यारे मोहन


कितने परवाने जले राज ये पाने के लिये,
शमा जलने के लिये है या जलाने के लिये,

घुंघराले तेरे बाल, मानो आया हो सावन,
मंद मंद मुश्कान, मानो बागो का आंगन,

वो कमसीन चहेरा, मानो उतरा आकाश,
गुलाबी है गाल, मानो लुभाता प्रकाश,

मदहोशी आंखे, मानो तीरछी प्रेम कटार,
नसीले है होठ, मानो प्याला-ए-शराब,

बंसी तेरी बजाने के लिये है या प्रेमवश के लिये,
यह रुप तेरा पाने के लिये है या तडपाने के लिये।

नीशीत जोशी

ક્યાં મળે

રહ્યા નાના કદના માનવી ,અમ પાસે કંઇ ક્યાં મળે,
ઉચા કદ 'ને લાંબા ડગ એમ, અમ પાસે ક્યાં મળે,

છે અપેક્ષાઓ ઘણી આપને, ન કરી શકીએ પુરી,
આભે પહોચેલાઓ ને ધરા પ્રેમ, ક્ષતીજે ક્યાં મળે,

આવો છો, પણ વ્યસ્તતામા દેખાઓ છો ઘણા,
અમ માટે હવે તુજ ને, વેળફવાનો સમય ક્યાં મળે,

હશે અમારા થી ઉચા માનવીઓ, આપ પાસે,
માટે જ તો નીચે, અમ જેવા સંગ નજરો ક્યાં મળે,

ઘેરાવો પણ થઈ ગયો છે, મોટો આસપાસ,
ન કરી સકીએ સંગાથ, તુજના દિદાર ક્યાં મળે,

લોકો કહે છે, મન હોય તો પહૉચાય માળવે,
હસરત તો સૌને હોય, પણ એવા નસીબ ક્યાં મળે,

ન કહેતા પાછા, કર્મોના ફળ વિષે વિસ્તારે,
ફળ મેળવવા માટેના વા, વાદળ,, 'ને વૃક્ષ ક્યાં મળે,

મોટા કદની વાતો, પણ હોય મોટી ઘણી,
નાનાને આ વાતો ન સમજાય, તે સમજણ ક્યાં મળે.

નીશીત જોશી

શુક્રવાર, 10 સપ્ટેમ્બર, 2010

સમણાની પણ ક્યાં ગણના છે

સમી સાંજના આ કેવા તે સમણા છે,
સામે છીએ પણ તેની ક્યાં ગણના છે,

નિતરતા નીરની વાતો કરે બેખુબીથી,
આંખોથી વહે છે તેની ક્યાં ગણના છે,

વીતી ગયેલી રાતોની યાદો સજાવે,
આ સોહામણી રાતની ક્યાં ગણના છે,

વાતો કરતા થાકતા નથી હોઠો શું,
પાડેલા ઉંચેથી સાદની ક્યાં ગણના છે,

હ્રદયનુ રૂધીર ચાલે છે ધીરે ધીરે,
બંધ થશે જો હ્રદય તેની ક્યાં ગણના છે,

કોઇતો સમણામા જ કાઢે છે જીવન,
સમણા થયા બમણા તેની ક્યાં ગણના છે,

હવે તો સમણાની કદર કર ‘નીશીત’,
મન વિલાપસે સમણાની પણ ક્યાં ગણના છે.

નીશીત જોશી

गा उठेंगे नज्म मेरे यारो

भीतरकी उदासी को यु ना पनपने दो यारो,
लब्जको भी कभी शिकायत होगी मेरे यारो,
पनप के जीना दुस्वार कर देगा जिन्दगी,
लब्ज तरस जायेंगे हसने मुश्करानेको मेरे यारो,
गाता रहेगा रमा रहेगा सिर्फ गमगीन बन,
भुल जायेगा हसना जो जिन्दगी है मेरे यारो,
हां रहो कभी उदास पर सिर्फ पलभरके लिये,
लब्जभी खिलखिलाके गा उठेंगे नज्म मेरे यारो ।
नीशीत जोशी

એક મરીજની વ્યથા


કંઇ ન હતુ અચાનક વ્યથાએ કર્યો હુમલો,
ત્વરીત દાખલો લેવો પડ્યો હકીમ પાસે, મિત્રો,

કરતા તો કરાવી નાખી ચીરફાડ શરીરની,
જીવનની સરગમ એકદમ બદલાય ગઇ, મિત્રો,

લઈ ગયા હતા અંદર ત્યારે હતો ભાનમા જ,
વાતો વાતોમા કર્યો એવો તે બેભાન, મિત્રો,

લઇને આવ્યા ખસેડીને બહાર, અંદરથી,
ભાનમા આવી જોયુ, થઈ ગયેલુ તમામ, મિત્રો,

વ્યથાની તો ન પુછો વાત, એવી તે વધતી થઈ,
આખી રાત કણસાવ્યો ખરો એ વ્યથાએ, મિત્રો,

કહે છે હળવુ થઈ જશે, આ દુઃખ થોડા દિનોમા,
અત્યારે તો તે એવુ અસહ્ય બની બેઠુ છે, મિત્રો,

પીડા છે, તો તે ભોગવ્યા વગર નથી છુટકો,
ભોગવી લીધા બાદ તો છુટીશુ પીડાથી, મિત્રો,

આશા અમર છે, માની લીધુ ચલો તે પણ,
સારા ,નરસા, બધા લેવાના છે અનુભવ, મિત્રો .

નીશીત જોશી

નહી જતા મંદિરે



( કવિશ્રેષ્ઠ શ્રી રવિદ્રનાથ ઠાકુરની એક રચનાની ગુજરાતી અનુવાદ કરવાની કોશીશ)

નહી જતા મંદિરે મુકવા ચરણે ફુલો ભગવાનને,
પહેલા ભરી લેજો સુમધુર સુવાસથી સ્વ-આવાસને,

નહી જતા મંદિરે સમક્ષ પ્રગટાવવા દિપક ભગવાનને,
પહેલા કરજો દુર હ્રદયમા રહેલા એ ઘોર અંધકારને,

નહી જતા મંદિરે શીશ નમાવી ભજવા ભગવાનને,
પહેલા શીખજો આપતા સન્માન પોતાના વડીલોને,

નહી જતા મંદિરે વળવા ઘુટણો વાળી ભગવાનને,
પહેલા વાળજો ઘુટણો ઉપાડવા નીચે પડેલાઓને,

નહી જતા મંદિરે કહેવા કરેલી ભુલો ભગવાનને,
પહેલા હ્રદયથી કરજો માફ આપના એ દુશમનોને…..

નીશીત જોશી

તેને પ્રેમ કહેવાય

તેને પ્રેમ કહેવાય

નદીના પ્રેમ પરનો અહેવાલ આ ન કહેવાય,
પ્રેમમા ગરજ હોય ત્યારે એ પ્રેમ ન કહેવાય,

સર્મપિત થવા ધસમસે છે દરિયા ભણી,
સ્વ ગુમાવી સમાય સાજન મહી તેને પ્રેમ કહેવાય,

મીઠાસની જો ગુમાન હોત તો તે રહી જાત એકલી,
પ્રેમ મા મુકી અભિમાન ભુલે બધુ તેને પ્રેમ કહેવાય,

ખબર છે નદી ને દરિયાના સ્વભાવની છતા પણ,
મુકે છે પોતાનો સ્વભાવ મીઠાસનો તેને પ્રેમ કહેવાય.

નીશીત જોશી ( શ્રી શ્રીરામ સેજપાલની કવિતાથી પ્રેરિત થઈ લખેલ છે)