સોમવાર, 28 જૂન, 2010

કહે છે....


પ્રેમ કરનારાઓ જ જાણે છે તેની હાલત શું થઈ છે?
દુનીયાવાળા તેઓને અમસ્તા પાગલ થોડી કહે છે......

કહેનાર તો ઘણુ બધુ સંભળાવે છે જગમા,
તેઓ જ પાછા પાછળ કતારમા ઊભા રહેવા કહે છે.....

પી લીધા પ્યાલા તેના નામના મયખાનામા,
વીનવે છે શાકી ને તેઓ જ 'એક ઔર' આપવા કહે છે.....

નથી ઉતરતો તે શરાબનો નશો પીધા બાદ,
જોઇ બધા બીજુ તો ઠીક એ શરાબ છોડવા કહે છે......

આ તો પ્રેમ છે અમારો વ્હાલા પ્રીતમ સાથેનો,
જેને દુનીયા બંસીધર ચંચળ ચીતચોર મોહન કહે છે....

નીશીત જોશી

ગુરુવાર, 24 જૂન, 2010

તો મુજનુ શુ થશે?

જો છુટશે તુજના સ્વાસ તો મુજનુ શુ થશે?
જો ખુટશે તુજના સ્વાસ તો મુજનુ શુ થશે?

નહી જીરવી શકીએ એ વિરહ ની રાત,
સતાવશે અમાસની રાત તો મુજનુ શુ થશે?

વરસીયે રુધીર બની આ નયનોથી ,
અંધાપો કરશે દુર આપને તો મુજનુ શુ થશે?

ધબકો છો હર ધબકારમા મુજ હ્રદય,
એ દિલ બનશે પથ્થર તો મુજનુ શુ થશે?

ન કરો આવા રુદન અમસંગ નિશીત,
હાસ્ય જતુ રહશે જીવનથી તો મુજનુ શુ થશે?

આપ્યો છે સહારો દેખાડ્યો પથ જીવવાનો,
આમ પથદર્શક રીસાઇ જશે તો મુજનુ શુ થશે?

નિશીત જોશી

શનિવાર, 19 જૂન, 2010

તલપ લાગી છે


લાગે છે એકલુ પણ મળો છો ક્યાં તમે?
તરસે છે હૈયુ પણ વસો છો ક્યાં તમે?

લોકોની ભીડમા ભુલો પડ્યો છુ આજ,
હાથ ઝાલી રાહ સુજાડો છો ક્યાં તમે?

બુમો પાડી મોઢુ પણ થાકી ગયુ છે હવે,
સાદ મુજનો કાન ધરો છો ક્યાં તમે?

બંધ આંખે ફક્ત આવે સપના તુજના,
મળી કરવા વાતો આવો છો ક્યાં તમે?

માન્યુ કે કણકણમા છો વસેલા આપ,
આપી ઉત્તર,આપો છો પ્રમાણ ક્યાં તમે?

ખબર છે, આપશો પ્રમાણ રોજીંદા ક્રમ થકી,
શું આ રીતે જ મુજને ફોસલાવતા રહેશો તમે?

તલપ લાગી છે હવે મીલાપની પામવા ચરણરજ,
આપી હવે દર્શન આ દાસ પર કરો ઉપકાર તમે.

નિશીત જોશી

રવિવાર, 13 જૂન, 2010

વરસાદમા


આપે છે સમ તેઓ કે ભીજવ આ વરસાદમા,
ભીંજાયા પુરા પણ રહ્યા કોરા આ વરસાદમા,

નજરો એ કર્યા કમાલ કરીને ઘણી ધમાલ,
નયનોને ખુબ ખુબ રમાડ્યા આ વરસાદમા,

હસતા રહ્યા હસાવતા રહ્યા તેને ભુલી બધુ,
ઘાવોને પણ ભુલતા રહ્યા આ વરસાદમા,

તેને ન પડે કોઇ ખબર આંખોના નીરની,
સહી ને દર્દ પલળતા રહ્યા આ વરસાદમા,

ખરૂ પુછો તો ગમે છે ચાલવુ આ વરસાદમા,
નહી પકડી શકે કોઇ રડતા આ વરસાદમા .

નિશીત જોશી

विधीका विधान


जब जब हमने किसी और की मुरत देखी,
तब तब उसी मुरतमे तेरी ही सुरत देखी,

महोब्बत करनी तो थी बहोतो से मगर,
हाथमें हमारे प्यार की एक ही लकीर देखी,

उस लकीर के सहारे नीकल पडे थे राह,
उस राह मे मैने बस तेरी ही जलक देखी,

विधीका विधान भी देखो कैसा है यह,
सामने थे तुम मैने दुसरोकी तस्वीर देखी,

न करना तुम रंजीस देख के यह खेल,
हमने तुजमे ही अपने प्यारकी मुरत देखी,

निभाना लिखा होगा निभा दिया दस्तुर,
दरमीया हमारे हमने दुनीयाकी फितरत देखी,

पथ चाहे जो भी हो नदीका यहभी है विधान,
नदी को आखीरकार समुदरसे मीलती देखी।

निशीत जोशी

ગુરુવાર, 10 જૂન, 2010

આપોઆપ

યાદ આવતા તુજની રંગ છે પુરાય આપોઆપ,
અને વરસે છે વરસાદ આંખોથી આપોઆપ,

અભિલાષા તો છે ચમકવાની, આદત પણ,
ચમકાર જોયેથી બંધ થાય છે આંખો આપોઆપ,

ધરતી ને લેવા પ્રેમથી બાહુપાશમા,
બની વાદળ એ આભ વરસે છે આપોઆપ,

જાણે છે બહુ જ કઠણ રાહ આ પ્રેમની,
પણ પહેલી જ નજરે થાય છે પ્રેમ આપોઆપ,

કર્યો પ્રેમ, થયો પ્રેમ, નથી ભુલાતો હવે,
થયો બીમાર આ અસહ્ય રોગથી આપોઆપ .

નિશીત જોશી

રવિવાર, 6 જૂન, 2010

ગજુ આપનુ

ન કહી ને બધુ કહી નાખ્યુ તમે,
ગજુ આપનુ દેખાડી નાખ્યુ તમે,

શીખેલા આપ પાસે મૌનસંવાદ,
હ્રદયને બોલતુ કરી નાખ્યુ તમે,

જોતા જોતા શીખી ગયા હસતા,
બધુ દર્દ હળવુ કરી નાખ્યુ તમે,

પાગલ છીએ દિવાના બની ગયા,
અમારૂ તો નામ બદલી નાખ્યુ તમે,

એક હોય તેનો એક જ પડે પડછાયો ,
અરીસાને વિચારતમા નાખ્યુ તમે,

પ્રેમ તમારો પામી જીવન જીવાયુ,
જીવન પરિવર્તિત કરી નાખ્યુ તમે ,

હતા એક રાહના પથ્થર ઠેબે ચડેલા,
આપી પ્રેમ, ગજુ આપનુ દેખાડી નાખ્યુ તમે.

નિશીત જોશી

पीने से शराब


नशा तो खुब चडा पीने से शराब,
बेकाबु हो गये पीने से शराब,

दर्द घावो का बढने लगा त्वरीत,
याद वोह ज्यादा आये पीने से शराब,

मुश्कान ने मुह मोड लिया,
न रोक पाये अश्रु पीने से शराब,

महोब्बतकी पीडा दोहराने लगी,
भुली रंजीसे आयी सामने पीने से शराब,

पांव वहीं गया छोड चुके थे जो राह,
भटकते रहे उसी राहोमें पीने से शराब,

कहना तो बहोत था पर बहक गये,
लब्ज भी चूप हो गये पीने से शराब,

जताया होता पहले ही दिन हक 'निशीत',
कब्रमे आज न होते सजे पीने से शराब ।

निशीत जोशी