રવિવાર, 18 મે, 2014

જતા નહી મંદિરે

M_Id_153026_Art_and_Painting જતા નહી મંદિરે, મુકવા ફુલો ચરણે, ભગવાનને, ભરી લેજો પહેલા , સુવાસથી દેહ રૂપી આવાસને, જતા નહી મંદિરે, પ્રગટાવવા દિપક, ભગવાનને, કરજો દુર પહેલા,હૃદયે રહેલા એ ઘોર અંધકારને, જતા નહી મંદિરે,ભજવા નમાવી શીશ ભગવાનને, શીખજો પહેલા,આપતા સન્માન, વૃદ્ધ માં-બાપને, જતા નહી મંદિરે વળવા,ઘુટણોવાળી ભગવાનને, વાળજો પહેલા ઘુટણો, ઉપાડવા પડેલા લાચારને, જતા નહી મંદિરે કહેવા, કરેલી ભુલો ભગવાનને, કરજો પહેલા માફ,પોતાના સર્વ શત્રુઓ અજાતને . નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો