રવિવાર, 17 એપ્રિલ, 2016
શીખી લીધું
લો મેં દરિયાને પણ શરમાવતા શીખી લીધું,
ખોબે પાણીથી તરસ છિપાવતા શીખી લીધું,
તાલીમની ઉણપ વરતાવા જ નહીં દઇએ,
હૌસલાથી આકાશને આંબતા શીખી લીધું,
એકલતા એ પ્રેમની આપેલ સોગાત હો જાણે,
ઠહાકા મારી ઉદાસીને દાબતા શીખી લીધુ,
બાજી ગોઠવેલી ઇરાદાપૂર્વક એમને જ્યારે,
અમે રાજીપે જીતેલી બાજી હારતા શીખી લીધું,
ઉંચા સપના જોવાની આદત હતી આંખોને,
સાકાર પણ થાશે,મનને સમજાવતા શીખી લીધું,
નાસૂર થયેલા ઘાવ રુઝતા વાર તો લાગશે ને,
દર્દને મીઠા પ્રેમના ઝેરથી મારતા શીખી લીધું,
તબાહી નોતરશે નફરત એવું જાણ્યા છીએ,
એટલે સંગઠનના બીજને વાવતા શીખી લીધું.
નીશીત જોશી 08.04.16
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો