ઘરવાળીનો ગુસ્સો મને વાવાઝોડુ લાગે છે
ન કરે જો ગુસ્સો તો, મને અજુગતુ લાગે છે
શાંત જો હોય ત્યારે, એવુ લાગે છે
વાવાઝોડા પહેલાની, નીરવ શાંતી લાગે છે
વાસણો પછાડી કરે અવાજ, એવા લાગે છે
વરસાદ પહેલાના, વાદળોનો ગળગળાટ લાગે છે
જો માથે ઢોળે દાળનુ તપેલુ, એવુ લાગે છે
પડ્યો હોય વરસાદ જાણે, એવુ લાગે છે
કરો છો કદાચ ‘નિશિત’ મારો વિચાર એવુ લાગે છે
દરીયો પણ થાય છે શાંત તોફાન પછીએવુ લાગે છે
નીશીત જોશી
શુક્રવાર, 31 જુલાઈ, 2009
બુધવાર, 29 જુલાઈ, 2009
જોતા જ રહી ગયા
રોકાઇ શક્યો ન હું જગત જોતા જ રહી ગયા
આ જગ મારો તમાશો જોતા જ રહી ગયા
જાગવાવાળા ઉઠ્યા અને ઉઠીને આગળ નીકળી ગયા
સુવાવાળા મીઠા સપના જોતા જ રહી ગયા
અમે કીનારાનો લઈ સહારો નીકળ્યા તોફાનમા
દુરથી કોઇ કીનારા જોતા જ રહી ગયા
પોતાની રાહ પર એકલા જ ચાલ્યા ચાલતા રહ્યા
શોધવાવાળા સહારો જોતા જ રહી ગયા
વાતો જે સારી લાગી અમે કહીને ચાલતા થયા
કોઇ વાતોના ખુલાસા જોતા જ રહી ગયા
અમે અમારા પ્રેમના સાંધા કર્યા અને સીવી લીધા
કોઇ જગના સાંધાવાંધા જોતા જ રહી ગયા
અમે મંઝિલ મેળવી અને આગળ બનાવી મંઝિલ
કોઇ પોતાના જુના ઘર જોતા જ રહી ગયા
લાવી જીંદગી અમને અમે જીંદગી લઈ ચાલ્યા
જીંદગી આપવાવાળા જોતા જ રહી ગયા
'નીશીત જોશી
આ જગ મારો તમાશો જોતા જ રહી ગયા
જાગવાવાળા ઉઠ્યા અને ઉઠીને આગળ નીકળી ગયા
સુવાવાળા મીઠા સપના જોતા જ રહી ગયા
અમે કીનારાનો લઈ સહારો નીકળ્યા તોફાનમા
દુરથી કોઇ કીનારા જોતા જ રહી ગયા
પોતાની રાહ પર એકલા જ ચાલ્યા ચાલતા રહ્યા
શોધવાવાળા સહારો જોતા જ રહી ગયા
વાતો જે સારી લાગી અમે કહીને ચાલતા થયા
કોઇ વાતોના ખુલાસા જોતા જ રહી ગયા
અમે અમારા પ્રેમના સાંધા કર્યા અને સીવી લીધા
કોઇ જગના સાંધાવાંધા જોતા જ રહી ગયા
અમે મંઝિલ મેળવી અને આગળ બનાવી મંઝિલ
કોઇ પોતાના જુના ઘર જોતા જ રહી ગયા
લાવી જીંદગી અમને અમે જીંદગી લઈ ચાલ્યા
જીંદગી આપવાવાળા જોતા જ રહી ગયા
'નીશીત જોશી
મંગળવાર, 28 જુલાઈ, 2009
મળી જશે બધુ દુનીયાનુ એક ધનવાનની જેમ.
જાય છે ઘણાની જીદંગી કોઇના વગર નદીની જેમ,
ભુલે છે, કોઇ યાદ કરનાર છે આ દુનીયામા દરીયાની જેમ,
ઉડે છે કોઇ ગગન મા ઉંચે દુર પક્ષીની જેમ,
ભુલે છે, કોઇ જુએ છે રાહ નીચે માળામા જોનારની જેમ,
ભાગે છે ઇન્સાન આ દુનીયામા ગાંડાની જેમ,
ભુલે છે, કંઇ મળશે નહી દોડીને ઘોડાની જેમ,
કરીલો 'તેને' યાદ નિશિત એક સાચા ભક્તની જેમ,
ભુલે છે, મળી જશે બધુ દુનીયાનુ એક ધનવાનની જેમ.
'નીશીત જોશી'
રવિવાર, 26 જુલાઈ, 2009
મારા....
છે આ દુનીયામા બધા મારા,
પણ ક્યા બધા માને છે મારા,
હસે છે રમે છે બધા મારા,
પણ ક્યા રડાવી હસાવે છે મારા....
નીશીત જોશી
પણ ક્યા બધા માને છે મારા,
હસે છે રમે છે બધા મારા,
પણ ક્યા રડાવી હસાવે છે મારા....
નીશીત જોશી
શનિવાર, 25 જુલાઈ, 2009
બાંધી છે પ્રીત
તમારે ન બોલાવવાની રાખી છે અનુઠી એવી રીત.....
ક્યાં સુધી આપ વિના રહી શકુ જ્યારે બાંધી છે પ્રીત....
બસ તમારી સાથે અમે તો જ્યારે બાંધી છે પ્રીત.......
રાહ જોઇશુ આ જીવનભર તમારી અમીનજરોની,
કેમ કરી ભુલીયે આંખોમા વસાવી છે તમારી જ પ્રીત....
બસ તમારી સાથે અમે તો જ્યારે બાંધી છે પ્રીત......
આવશો તમે વરસાવીશુ પુષ્પોનો વરસાદ,
કેમ કરી ભુલીયે બાગોમા વસે ભ્રમરોની જ પ્રીત....
બસ તમારી સાથે અમે તો જ્યારે બાંધી છે પ્રીત........
નીશીત જોશી
શુક્રવાર, 24 જુલાઈ, 2009
આજ કલમ જાણે રડતી થઈ ગઈ
લખતા લખતા વ્યથાની વાતો લખાય ગઈ
કરતા કરતા અંગારાઓની દોસ્તી થઈ ગઈ
બગીચાના બની ફક્ત ફુલો મહેકવુ હતુ મારે
મહેકતા મહેકતા મારી કાંટોની શૈયા થઈ ગઈ
હકીકત વંચાવી જે અમે ચીતરેલી કાગળ પર
બજારમા ગયા ત્યારે ખુશી પણ મોઘી થઈ ગઈ
કવિતાઓ છે મનની વરાળનુ એક રૂપ નિશિત
જીંદગી તો હવે બસ એના નામની થઈ ગઈ
મનની વાતોને વાચા આપવા બનાવી ગઝલો
લખતા લખતા આજ કલમ જાણે રડતી થઈ ગઈ
નીશીત જોશી
કરતા કરતા અંગારાઓની દોસ્તી થઈ ગઈ
બગીચાના બની ફક્ત ફુલો મહેકવુ હતુ મારે
મહેકતા મહેકતા મારી કાંટોની શૈયા થઈ ગઈ
હકીકત વંચાવી જે અમે ચીતરેલી કાગળ પર
બજારમા ગયા ત્યારે ખુશી પણ મોઘી થઈ ગઈ
કવિતાઓ છે મનની વરાળનુ એક રૂપ નિશિત
જીંદગી તો હવે બસ એના નામની થઈ ગઈ
મનની વાતોને વાચા આપવા બનાવી ગઝલો
લખતા લખતા આજ કલમ જાણે રડતી થઈ ગઈ
નીશીત જોશી
ગુરુવાર, 23 જુલાઈ, 2009
અમે.....રાખત......
અમે તેની સાથેના સંબંધમા દુરી રાખત
પોતાના માન્યા હોત તો સંબંધ રાખત
જો ડર્યા હોત તોફાનોથી તો રહેવા માટે
પક્ષીઓ શા માટે તણખલાઓનો માળો રાખત
ન ગયા હોત જો વિરહ વેદનામા ક્યારેય
તો દિલમા પ્રેમ નો કોઇ ભગવાન રાખત
પહોચી જ જાત અજવાળુ આપના ઓરડા સુધી
જો બારી/બારણા તમારા તમે ખુલા રાખત
સારૂ કર્યુ કે ઘર પુરુ તમે રાખ કર્યુ
ધુમાડા જ નીકળત જો તેને અર્ધજલ્યુ રાખત
ખબર ન હતી તમારા ગામના રીવાજો ની
‘નિશિત’ હ્રદયને છાતીમા જ દફન રાખત.
'નીશીત જોશી'
પોતાના માન્યા હોત તો સંબંધ રાખત
જો ડર્યા હોત તોફાનોથી તો રહેવા માટે
પક્ષીઓ શા માટે તણખલાઓનો માળો રાખત
ન ગયા હોત જો વિરહ વેદનામા ક્યારેય
તો દિલમા પ્રેમ નો કોઇ ભગવાન રાખત
પહોચી જ જાત અજવાળુ આપના ઓરડા સુધી
જો બારી/બારણા તમારા તમે ખુલા રાખત
સારૂ કર્યુ કે ઘર પુરુ તમે રાખ કર્યુ
ધુમાડા જ નીકળત જો તેને અર્ધજલ્યુ રાખત
ખબર ન હતી તમારા ગામના રીવાજો ની
‘નિશિત’ હ્રદયને છાતીમા જ દફન રાખત.
'નીશીત જોશી'
બુધવાર, 22 જુલાઈ, 2009
સાસરે જતી લાડલીને
કર્યા છે બહુ લાડકોડ ભુલીને, છે અમાનત તુ કોઇની
કોણ કરશે લાડ, નહી કરે પુરા કોડ, બનીશ તુ કોઇની
ભણી ગણી દિપાવ્યુ છે આ ઘર તારુ,
બીજા ઘરને પણ દિપાવજે, બનીશ તુ કોઇની,
ઘરના વડિલોની કરજે, રાખજે આમન્યા,
ન કરજે ગુસ્સો ,ઘ્યાન મા લેજે, બનીશ તુ કોઇની
મળ્યો છે જેવો પ્રેમ તને, મારી વાહલી,
હવે આપજે પ્રેમ સૌને, બનીશ તુ કોઇની,
નહી કરેલુ હોય જે કામ, કરવુ પડશે,
ન વિલાપજે તુ ક્યારેય, બનીશ તુ કોઇની
ન કરજે ક્ષોભ, લખુ છુ હુ 'કોઇની',આવીશ જ્યારે તુ,
આ ઘરમા, મળશે પ્રેમ એટલો જ, ભલે બનીશ તુ કોઇની
'નીશીત જોશી'
કોણ કરશે લાડ, નહી કરે પુરા કોડ, બનીશ તુ કોઇની
ભણી ગણી દિપાવ્યુ છે આ ઘર તારુ,
બીજા ઘરને પણ દિપાવજે, બનીશ તુ કોઇની,
ઘરના વડિલોની કરજે, રાખજે આમન્યા,
ન કરજે ગુસ્સો ,ઘ્યાન મા લેજે, બનીશ તુ કોઇની
મળ્યો છે જેવો પ્રેમ તને, મારી વાહલી,
હવે આપજે પ્રેમ સૌને, બનીશ તુ કોઇની,
નહી કરેલુ હોય જે કામ, કરવુ પડશે,
ન વિલાપજે તુ ક્યારેય, બનીશ તુ કોઇની
ન કરજે ક્ષોભ, લખુ છુ હુ 'કોઇની',આવીશ જ્યારે તુ,
આ ઘરમા, મળશે પ્રેમ એટલો જ, ભલે બનીશ તુ કોઇની
'નીશીત જોશી'
મંગળવાર, 21 જુલાઈ, 2009
ન આવ્યા…..
વહાવ્યા અમે એટલા તે આંશુ જુદાઇમા,
છતા દર્શન દેવા ન આવ્યા…..
દેખાડ્યા એટલા તે સપના કે,
બીજા ના ચહેરા પણ નજર ન આવ્યા……
કરેલો કોલ સાત જનમનો પણ,
આ જનમમા નીભાવવા ન આવ્યા……
બીજુ તો કઇ નહી પ્રિયે,
વિરહ વેદનામા પણ સાથ આપવા ન આવ્યા…
થાકી હવે આંખો પણ વેદનાથી,
તેમા હવે તો આંશુ પણ ન આવ્યા……
હેરાન થયો 'નિશિત' હવે,
વિરહની રાતમા સપના પણ ન આવ્યા……
'નીશીત જોશી'
શનિવાર, 11 જુલાઈ, 2009
ગુરુવાર, 9 જુલાઈ, 2009
મરજી
ન મળે તો કંઇ નહી , તે છે તેની મરજી,
યાદ તો કરીશું જ , એ છે અમારી મરજી,
ન જુએ સામે તે છે તેની મરજી,
સામે રહીશું અમે અમારી મરજી,
બોલે નહી અમ સાથે તેની મરજી,
પ્રેમબોલ તો બોલીશું અમારી મરજી,
જીવે તે અમ વગર તેની મરજી,
જીવાડીશુ અમ હ્રદયમા અમારી મરજી.
નીશીત જોશી
યાદ તો કરીશું જ , એ છે અમારી મરજી,
ન જુએ સામે તે છે તેની મરજી,
સામે રહીશું અમે અમારી મરજી,
બોલે નહી અમ સાથે તેની મરજી,
પ્રેમબોલ તો બોલીશું અમારી મરજી,
જીવે તે અમ વગર તેની મરજી,
જીવાડીશુ અમ હ્રદયમા અમારી મરજી.
નીશીત જોશી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)