
પ્રેમ કરનારાઓ જ જાણે છે તેની હાલત શું થઈ છે?
દુનીયાવાળા તેઓને અમસ્તા પાગલ થોડી કહે છે......
કહેનાર તો ઘણુ બધુ સંભળાવે છે જગમા,
તેઓ જ પાછા પાછળ કતારમા ઊભા રહેવા કહે છે.....
પી લીધા પ્યાલા તેના નામના મયખાનામા,
વીનવે છે શાકી ને તેઓ જ 'એક ઔર' આપવા કહે છે.....
નથી ઉતરતો તે શરાબનો નશો પીધા બાદ,
જોઇ બધા બીજુ તો ઠીક એ શરાબ છોડવા કહે છે......
આ તો પ્રેમ છે અમારો વ્હાલા પ્રીતમ સાથેનો,
જેને દુનીયા બંસીધર ચંચળ ચીતચોર મોહન કહે છે....
નીશીત જોશી