ગુરુવાર, 5 ફેબ્રુઆરી, 2015

જલાવી દીવો હવે કેમ ઓલાવે છે ?

ફરી પાછો જન્મદિન આવે છે, જૂની પળોની યાદ તડપાવે છે, વર્ષ એક ઓછા થયું તેને ભૂલી, નવ-વર્ષને આશા ભરમાવે છે, સોગાતો ભેગી કરી ઘણી તેની, આપવું છે જે તે ક્યાં જણાવે છે, તરસે મુજ હૃદય પામવા હૃદય, તેને ક્યાં સોગાત રૂપે લાવે છે, મુજને રડાવી બીજા સંગ ગુફ્તગૂ, લાગે છે રહે પડખે તેઓ ફાવે છે, સાથ એક જન્મદિને તો તે આપે, જલાવી દીવો હવે કેમ ઓલાવે છે ? નીશીત જોશી 03.02.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો