શનિવાર, 1 નવેમ્બર, 2014
મહોબ્બત તેને પણ હતી
જોયું પાછળ વળીને તેણે, હસરત તેને પણ હતી,
થયા'તા જેના પર ફના, મહોબ્બત તેને પણ હતી,
દફનાવી દીધી'તી, મનની ઈચ્છાઓને મન માં જ,
રીવાજો થકી, જમાના ઉપર નફરત તેને પણ હતી,
જોયા વગર દિન પણ કાઢવો મુશ્કેલ હતો, બંનેનો,
કરીએ છીએ પ્રેમ અપાર, એ ધરપત તેને પણ હતી,
વિખુટા પડ્યાની પળો, કરી યાદ રડતા હતા હમેંશા,
આશા હતી, પ્રેમ માં આવશે બરકત, તેને પણ હતી,
મેળવતા હતા નજરો, છુપાઈ છુપાઈને જમાના થી,
શરમાઈ, નયનો ઝૂકાવવાની ચાહત તેને પણ હતી.
નીશીત જોશી 28.10.14
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો