પાંખ ફેલાવી ઉડ્યા'તા એક દી',
એકબીજાના બન્યા'તા એક દી',
વીતી ગયા એ દિવસો સુહાના,
અજાણતા જ મળ્યા'તા એક દી',
નામ લેતા થોથવાય જીભ આજે,
દિનરાત જેનું લેતા'તા એક દી',
તેની તો ખબર નથી અત્યારની,
અમારાથી નથી ભૂલા'તા એક દી',
બીજાના નામની લગાવી મહેંદી,
અમ માટે જ જે જન્મ્યા'તા એક દી'.
નીશીત જોશી 12.10.14
શનિવાર, 1 નવેમ્બર, 2014
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો