
એકલા છો આજ, કાલે કાફલો પાછળ હશે,
જે હતા વિરોધમાં, ઝંડો લઇ આગળ હશે,
બીજ વાવ્યું હોય ઉગવાનું અને ફળ પણ આપશે,
તોડશો દાંતણ,કદાચિત જંગલી બાવળ હશે,
છે અદા કાતિલ ઘણી, ઘાયલ કરે છે આંખથી,
ખાસ મકસદથી જ આજ્યું આંખમાં કાજળ હશે,
વાયરો વાયો, સિમાડે ગામનાં પુરજોશથી,
પ્રિયતમાના આગમનના, આજ વાવળ હશે,
હોય વણદેખ્યા ભલે, મનના ખરા બંધન હતા,
મનથી મનને બાંધતી, કોઈ તો સાંકળ હશે.
નીશીત જોશી 09.09.15
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો