રવિવાર, 20 સપ્ટેમ્બર, 2015

લાગી છે લગન તારા નામની

12004036_10206234859703842_3108867601839452677_n લાગી છે લગન તારા નામની, ઓ શ્યામ, લાગી છે લગન તારા નામની, કાને સંભળાય ના સુર હવે, આવે સંભારણાના પુર હવે, રાતો થૈ મગન તારા નામની, ઓ શ્યામ, રાતો થૈ મગન તારા નામની, લાગી છે લગન તારા નામની...... ક્યારે આવશે પુરા કરવા કોલ, ક્યારે તો હ્રદય ફાટક ને ખોલ, લાગી છે અગન તારા નામની, ઓ શ્યામ, લાગી છે અગન તારા નામની, લાગી છે લગન તારા નામની...... બંસી વાગવા ઇન્તઝાર કરું, તારા પ્રેમનો જ ઇઝહાર કરું, હ્રદયમાં રટણ તારા નામની, ઓ શ્યામ, હ્રદયમાં રટણ તારા નામની, લાગી છે લગન તારા નામની...... વૃંદાવન જોને થયું છે બાવરું, ગોપીઓ પૂછે છે કેમ પામવું, સૌને બસ તડપ તારા નામની, ઓ શ્યામ, સૌને બસ તડપ તારા નામની, લાગી છે લગન તારા નામની...... નીશીત જોશી 13.09.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો