
મારે તમારા પ્રેમમાં પડવું છે,
ને એટલે તો રૂબરૂ મળવું છે,
વાતો ઘણી થઇ બેસીને કિનારે,
તમારા પ્રેમના પ્રવાહે તરવું છે,
આકાશ જાણે સાદ દેતો લાગ્યો ,
જો સાથ આપો આભમાં ઉડવું છે,
જો બાગના ફૂલોય કરમાઈ ગ્યા,
હોઠે તમારા સ્મિત થઈ ખીલવું છે,
સંભારણાનો સાથ લઈ જીવાય પણ,
દિલ આપનું થ્યું આપને ધરવું છે.
નીશીત જોશી 4.12.15
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો