મંગળવાર, 15 ડિસેમ્બર, 2015

કારણ મને ગમે છે

કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે, કાતિલ રહ્યો એ, દિલ એની તરફ ઝુકે છે, કોણે કહ્યું કે, સાથ એનો ગમતો નથી મને, સાંજ પડતાજ, ક્ષિતિજે સૂરજ પણ નમે છે, નાની આયુ પણ, સુગંધ જાળવી રાખે ફૂલ, મોસમની માર, એક સરખી સૌ પર પડે છે, તરવા જાઓ, તો દરિયો પડે નાનો, સૌને, પ્રેમ સાગરમાં, દિલ બધાનું તરતું જડે છે, દુનિયા છોને,મારા હુનરને વખાણે, પણ, માખણ વલોવો, પછી દૂધ પાછુ ભળે છે? નીશીત જોશી 09.12.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો