
મૌન કેરો સાદ, જો અથડાય છે ખરો?
કાનમાં તારા, પ્રણય પડઘાય છે ખરો?
લો, હવેથી ચાંદ કહેશું, આપને અમે,
એય અદ્દલ, આપ શો દેખાય છે ખરો,
હા, બને કે, ખ્વાબમાં ચુંબન કર્યું હશે,
ને પછી, દિલબર જરા શરમાય છે ખરો,
ગોપીકા વચ્ચે, રમે છે રાસ કાનજી,
તે છતાં, માધવ કદી સમજાય છે ખરો?
એક ઈંતેઝારી, ભલે યમુના તટે રહી,
વાંસળીનો સૂર, ત્યાં રેલાય છે ખરો.
નીશીત જોશી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો