રવિવાર, 22 મે, 2016
ગઝલ મારી અને રજુઆત પણ મારી હતી
ગઝલ મારી અને રજુઆત પણ મારી હતી,
દરેકે શબ્દો માં મેં તારી વાતને ઢાળી હતી,
રમત સમજાઈ નહોતી છતાં, રમવી ગમી હતી,
ને તારી ખુશીઓ ને ખાતર, જાણીને હારી હતી,
જ્યાં જ્યાં નિહાળી મેં તને, ઝિંદગીમાં મારી,
દરવાજા હતા બીડેલા, ને બંધ એ બારી હતી,
દરિયો કેમ થયો ખારો? એ વાત સમજાઈ હવે,
ગાલો પર જે રેલાતી'તી, અશ્રુધાર ખારી હતી,
હવે તું પણ આવે છે શહેરમાં, મુસાફર બની,
સ્મરણ હશે જ તને, તું તો ક્યારની મારી હતી.
નીશીત જોશી 17.05.16
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો