રવિવાર, 1 મે, 2016

લહેરો કાપશે, આવી કિનારાને

લગાગાગા લગાગાગા લગાગાગા લગા સવાલો પૂછશે, ઉત્તર બધા દેવાય નહિ, અજાણ્યા સમક્ષ, એમજ તો હૃદય ખોલાય નહિ, ભલેને સંઘરી રાખ્યા દરદ, દિલમાં છતાં, અજાણ્યાની કનેથી, કાઈ મલમ મંગાય નહિ, હશે મૌજુદ દુશ્મન, દોસ્તોની ભીડમાં, બધા પર, આંધળો વિશ્વાસ પણ તો થાય નહિ, ડહાપણ ડહોળવા આવે ઘણાં, પણ યાદ રે, નકારો નહિ છતાં, બવ ભાર પણ લેવાય નહિ, લહેરો કાપશે, આવી કિનારાને છતાં, વળે દરિયા તરફ, તે ક્યાય પણ ફંટાય નહિ . નીશીત જોશી 27.04.16

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો