
શા માટે વહાવ્યા મોતીઓ આંખોથી
અટકેલાને બહાર કાઢ્યા આંખોથી
મળવાના તો હતા જ તમોને અમે
શા માટે ધોધ વરસાવ્યો આંખોથી
ન કર્યો વિશ્વાસ સ્વ- હ્રદયનો પણ
નજર તો કરવી હતી હ્રદયની આંખોથી
આભ અને ધરતી નુ મીલન હોય જ છે
દેખાડીશુ ક્ષતીજની પાર અમારી આંખોથી
કર્યો છે પ્રેમ તો નીભાવજો સદા
વિરહ વેદના ચોરી લઈશુ આપની આંખોથી

નીશીત જોશી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો