
ન કાઢતા વાત કોઈ એ દીવાની ની,
જિંદગીની વાત નથી મેજબાની ની,
ભૂલો કરેલી,યાદ પણ ઘણી આવશે,
નહી વાળી શકો પળો જવાની ની,
શું મળ્યું? કરતા વિચારો શું આપ્યું?
કેટલી મઝા લીધી જીન્દગાની ની?
ધોખો ન કરજો કોઈની વિદાઈનો,
વાતો કરજો કોઈની મહેરબાની ની,
સહી લેજો મોતને પણ હસતા મોઢે,
થશે વાતો ત્યારે જ એ કુરબાની ની.
નીશીત જોશી 09.04.14
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો