રવિવાર, 20 એપ્રિલ, 2014

"એક નેતા" પર કોશીશ

"એક નેતા" પર કોશીશ હર ચહેરા તો અહીં સુંદર નથી હોતા હર દૉડતા વ્યક્તિ સફળ નથી હોતા મુશ્કેલી નો કરી સામનો મળે શીખર હર વિશ્વાસીના વિશ્વાસ પ્રબળ નથી હોતા તમાશો કરી પ્રખ્યાત થાય દુનિયામાં હર જાદુગરના ખેલ સરસ નથી હોતા સવાલો પર પણ પુછાય છે સવાલો હર સવાલો ના પ્રત્યુતર નથી હોતા કંઇક તો હશે એ વ્યક્તિમાં વિશેષતા હર નેતાઓના આવા રટણ નથી હોતા નીશીત જોશી 18.04.14

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો