શનિવાર, 23 મે, 2015
બધુ ક્યાં બતાવે છે
આ દિલ, બધાને, બધુ ક્યાં બતાવે છે,
હસીને એ, વિરહની, વેદના છુપાવે છે,
સહે છે ચુપચાપ, મળતા ઘાવો બઘા,
નાસૂર થયે, તબીબને ક્યાં જણાવે છે,
સજા જ નથી, કે મળતી નથી કતલની?
પુરાવા, હ્રદય વીંધવાના, ક્યાં હટાવે છે,
સાંભળ્યુ'તુ, ચાલાક છે, લાડે મનાવવામાં,
રિસાયો હું, પણ તે હજી ક્યાં મનાવે છે,
શેરમા નામ હતુ તેનુ, ને દાદ મળી સૌની,
જેને નામે છે, તે વખાણવા ક્યાં આવે છે.
નીશીત જોશી 20.05.15
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો