માડી તુ આવે ને મન પ્રફુલિત થઈ જાય
રડતા બાળક પણ હસતા થઈ જાય
કરે જો ફક્ત યાદ તને ઓ મારી મા
તેનો ભવ સુધરતો થઈ જાય
નાસ્તીકો નો પણ કરે તુ ઉધ્ધાર ઓ મારી મા
શરણે આવે તેનો મોક્ષ થઈ જાય
ન આવડે કોઇ પુજાપાઠ ન ધ્યાનયોગ ઓ મારી મા
ચરણ પકડે ને બધુ પાર પડી જાય
રાખજે શરણમા તારી વિનવે આ નિશિત ઓ મારી મા
આ બાળક પર પણ ભલે રહેમ થઈ જાય
'નીશીત જોશી'
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો