
શિવ રૂપે કે શક્તિ રૂપે તુ તો છે મારી માં
બાળક છીએ તુજના ખોળે રમાડ મારી માં
તુ અભયપદ દાયીની છે મારી માં
ચરણે આરોટવા દે હવે મારી માં
માર્યા તે ચંડ્મુંડ જેવાઓ ને મારી માં
કરી નાશ તેને પણ આપ્યો છે મોક્ષ મારી માં
નથી કરી ભલે ભક્તિ મે તારી મારી માં
માફ કરી લાડલાઓમા ગણતરી કર મારી માં
ગરબો લીધો છે તારા નામનો મારી માં
નવલા નોરતામા રમવા આવ મારી માં
નીશીત જોશી