શનિવાર, 22 ફેબ્રુઆરી, 2014
જિંદગીનાં લાહવા
જિંદગીનાં લાહવા, એકાંતમાં વધાવી લીધા,
જે પણ પછી મળ્યા ગમ, અપનાવી લીધા,
સાંભળવાને મુજ દર્દ, કોઈ ના મળ્યું જ્યારે,
રાખી અરીસો સામે, ખુદને જ રડાવી લીધા,
કહે છે મુજને પાગલ, આ દુનિયાના રીવાજો,
લઇ દોષના ફૂલો માથે, ખુદને સજાવી લીધા,
સમી સાંજનાં એ સમણાં, રોજ આવે છે અચૂક,
એ તો સપના છે! કહી ખુદને સમજાવી લીધા,
ઘણું થયું, હવે તો આવી છે નીંદર, આ દેહને,
કાંટાળી માટીના ઓઢણ, માથે નખાવી લીધા.
નીશીત જોશી 02.02.14
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો