રવિવાર, 2 ફેબ્રુઆરી, 2014

જરા ઉભા તો રહો

100-Hand-painted-Free-shipping-font-b-Love-b-font-bridge-lovers-font-b-abstract-b હવે મઝધાર હું જવાનો,જરા ઉભા તો રહો, આપ્યો તેમણે પરવાનો,જરા ઉભા તો રહો, ખુંદી નાખ્યું આભ,તો દરિયાની શું વિસાત, તેના વિશ્વાસે તરવાનો,જરા ઉભા તો રહો, આંખો સમા દરિયાનું માપી લીધું છે ઊંડાણ, નથી હવે ડર મરવાનો,જરા ઉભા તો રહો, નદી માફક દરિયામાં થઇ જઈશ હું લુપ્ત, મળ્યો મોકો મળવાનો,જરા ઉભા તો રહો, પ્રેમને વમળ કહેનારાઓ ઠરશે ખોટા હવે, અપાર પ્રેમ હું કરવાનો,જરા ઉભા તો રહો. નીશીત જોશી 26.01.14

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો