
કહો છો કે કોઈનું દિલ તોડતા નથી,
પકડેલો હાથ કોઈનો છોડતા નથી,
અનુભવ અમારો તો કઈક રહ્યો જુદો,
શાને થાય છે આમ તે બોલતા નથી,
ઠુકરાવ્યો હાથ તોડી ને દિલ અમારું,
છુપાવેલો દિલનો રાઝ ખોલતા નથી,
બદ થી બદ્દતર બનાવી અમ જિંદગી,
અને કહો છો સાથ અમે શોભતા નથી,
ડૂબી ગઈ છે અમ જિંદગી વિરહ માહી,
પણ મિલનની આશ અમે છોડતા નથી.
નીશીત જોશી 06.11.14
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો