મંગળવાર, 20 ડિસેમ્બર, 2016

અહીં તે દુ:ખ નો અધ્યાય પણ વંચાય છે શું?

તમારી વાતથી આ માણસો ભરમાય છે શું? કરીને પ્રેમ પાછા એ બધા સંતાય છે શું? અહીં સાથે રહેવાના કરે છે કોલ પ્રેમી, કહો તો ઝીંદગી આખી કદી સચવાય છે શું? કહે છે મહફિલો લાગે સુની સાકી વગરની, અહીં કોઈ શરાબી પણ હવે મુંઝાય છે શું? હજી બાકી રહ્યા છે કોડ પૂરા કોણ કરશે, અહીં અજવાળુ પરદાથી કહો ઢંકાય છે શું? લખું છું દર્દ તો લોકો કરે છે વાહ વાહી, અહીં તે દુ:ખ નો અધ્યાય પણ વંચાય છે શું? નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો