શનિવાર, 24 એપ્રિલ, 2010

પ્રેમપથ

એક રાહ પર નીકળી પડ્યા અમે,
હતા એ રાહથી અજાણ્યા અમે,

હતા ઘણા પથ્થરો રાહ પર,
વજનદાર પથ્થરોને હટાવ્યા અમે,

કાંટાઓથી ભરપુર રસ્તો હતો એ,
નીતરતા રક્તે રાહપર ચાલ્યા અમે,

અમાસનો ચાંદ નીહાળતો હતો અંધારે,
હ્રદયમા દિવો પ્રગટાવી ચાલ્યા અમે,

ડર ભુલા પડવાનો પથ વિહીન થવાનો,
કેમ કરી આગળ પગલા માંડ્યા અમે,

કરી ઇશ્વરે વરસાવી અમીકૄપા અમ પર,
રાહદાર બનાવી તુજને સાથ ચાલ્યા અમે,

આજે એ પ્રેમપથ લાગે છે સુહાળો,
આપના હાથ પકડી જીવનસાથી બન્યા અમે.

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો