સોમવાર, 11 એપ્રિલ, 2011
કોને કહીશ હવે મુજ મનોવ્યથા 'માં'
થઇ ગયો અનાથ હવે નહી મળે કોઇ તુજ સમા,
છે તો અહીં ધણા બધા પણ નથી કોઇ તુજ સમા,
નાની સરખી વ્યથા સાંભળી આવતી દોડી તુ,
સાંભળનાર તો છે ઘણા પણ કાન નથી તુજ સમા,
નારાજ થતો મનાવી લેતી ફેરવી વ્હાલો હાથ,
વ્હાલા તો છે ઘણા પણ હાથ નહી મળે તુજ સમા,
ન આવ્યો હોવ ત્યાં સુધી ઉંબરે ઉભી જોતી રાહ,
રાહ જોનાર છે પણ ચીન્તીત નહી મળે તુજ સમા,
ઉપલ્બધી મુજ જણાવતી મોટી ઉમંગે દુનીયાને,
તાળી પાડનાર છે ઘણા નહી મળે મન તુજ સમા,
ઋણ ચુકવવાની નથી ક્ષમતા, નહી ઉતારી શકુ,
ઇશ્વરના નથી કર્યા દર્શન, એ પણ હશે તુજ સમા,
કોઇ નહી થાય તુજ જેવુ 'માં' આ જગમા બીજુ,
પ્રદાન કર શક્તી મુજને કે કર્મ કરી શકુ તુજ સમા.
નીશીત જોશી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો