સોમવાર, 11 એપ્રિલ, 2011
તુજના ખાસ ભક્ત
તુજના ખાસ ભક્ત તુજના ખાસ જલવા જોઇ લે છે,
ફરિસ્તા જોઇ નથી સકતા તેઓ તે પણ જોઇ લે છે,
નજરોથી કામ નથી લેતા એ અંતરનયનવાળા,
ઇશ્વર જાણે તેઓ વગર જોયે પણ શું શું જોઇ લે છે.
મનની મારી મન મનમા જ રહીને,
સ્વ મનમંદીરમા રામ જોઇ લેતી'તી,
મીરાના નયનોમા હતી એ કઈ તો મદિરા,
આંખ બંધ કરીને પણ ધન્શ્યામ જોઇ લેતી'તી.
તુજના ખાસ ભક્ત તુજના ખાસ જલવા જોઇ લે છે,
ફરિસ્તા જોઇ નથી સકતા તેઓ તે પણ જોઇ લે છે.
કામકાજ મુકી ને સુરતાલ હાથ લઈને,
નરસૈયો મસ્તમલંગ થઈને જોઇ લેતો'તો,
કંઇક તો હતુ તેના ભજન માહી 'પ્રભુ',
ભજનોમા જ એ શ્રીગોપાલને જોઇ લેતો'તો.
તુજના ખાસ ભક્ત તુજના ખાસ જલવા જોઇ લે છે,
ફરિસ્તા જોઇ નથી સકતા તેઓ તે પણ જોઇ લે છે.
નીશીત જોશી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો