શનિવાર, 23 નવેમ્બર, 2013

પરબીડિયું બીડી દીધું છે આજ

Hearts-Envelope પરબીડિયું બીડી દીધું છે આજ, મોકલવવા તેણે કીધું છે આજ, પ્રેમ લાગણીઓ સમજાશે હવે, પાન પ્રેમરસ નું પીધું છે આજ, હતો કદાચ તેનો પથ અટપટો, મળવાનું મુજને સીધું છે આજ, જે દિલ સાચવી રાખેલું તેમણે, મેં એ દિલ જીતી લીધું છે આજ, તરસ્યો રાખેલો આજ દિન સુધી, આંખોથી પીવાનું કીધું છે આજ. નીશીત જોશી 19.11.13

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો