રવિવાર, 7 સપ્ટેમ્બર, 2014

થોડો કર્જ તો ઉતારી શકે છે

0 'માં' ના આંસૂ ની કિંમત કોઈ ચુકાવી શકે છે ? શું 'માં' ની હર ઈચ્છા કોઈ પૂરી કરાવી શકે છે ? જીરવી જાય છે હર ઘાવ બાળક ના પોતે જ, 'માં' ને જિંદગીભર શું તેઓ નિભાવી શકે છે ? પેટે પાટા બાંધી મોટો કરે છે 'માં' બાળક ને, એ બાળક મોટો થયે એક ટંક જમાડી શકે છે ? નાની બીમારી થયે પણ માને છે માનતાઓ , શું રિસાયેલી 'માં'ને એ સંતાન મનાવી શકે છે ? કોઈ તો કહો શું જરૂરત છે ઘરડાઘર ની અહીં, 'માં'ની સેવા કરી થોડો કર્જ તો ઉતારી શકે છે. નીશીત જોશી 01.09.14

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો