રવિવાર, 28 સપ્ટેમ્બર, 2014

પ્રેમ માં અસરદાર નથી હું ?

crying-heart-1 ના કરો શિકાયત, ગુન્હેગાર નથી હું, પુજારી છું પ્રેમનો, ફોજદાર નથી હું, બને છે ઘણા પથ્થર પૂજવા યોગ્ય, છું રાહનો કાંકરો, વજનદાર નથી હું, ભૂલી જવાનું કહેશો તો ખાશો થાપ, માનું છું કહ્યું પણ, તાબેદાર નથી હું, કમજોરી છે મુજ ની ફક્ત તુજ પ્રેમ, રડી પડાય, દિલનો જોરદાર નથી હું, જોઈ પાળિયા પ્રેમીના આવે વિચાર, શું આવો પ્રેમ માં અસરદાર નથી હું ? નીશીત જોશી 22.09.14

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો