
ભૂલી જઈ આપેલા દુ:ખો, રોજ હસતા રહ્યા,
હસતા હસતા જ, પાંપણોને ભીજવતા રહ્યા,
માન્યું હતું, આપણે હવે મળશું નહિ ક્યારેય,
આવતા એ વિચારે જ, નિસાસા ભરતા રહ્યા,
જામી જતી હતી ધુળો, સમી-સાંજના સમણે,
સપના પણ મુજના બધા, ખોટા ઠરતા રહ્યા,
યાદોથી દુર તો, ક્યારેય કર્યા ન હતા હૃદયે,
હાથોની લકીરો પર જ, ભરોષો કરતા રહ્યા,
લઇ આવી જિંદગી, તુજ પાસ છેવટે મુજને,
પણ રસ્તાઓ તો, ક્યાંક બીજે નીકળતા રહ્યા.
નીશીત જોશી 13.09.14
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો