રહ્યા નાના કદના માનવી ,અમ પાસે કંઇ ક્યાં મળે,
ઉચા કદ 'ને લાંબા ડગ એમ, અમ પાસે ક્યાં મળે,
છે અપેક્ષાઓ ઘણી આપને, ન કરી શકીએ પુરી,
આભે પહોચેલાઓ ને ધરા પ્રેમ, ક્ષતીજે ક્યાં મળે,
આવો છો, પણ વ્યસ્તતામા દેખાઓ છો ઘણા,
અમ માટે હવે તુજ ને, વેળફવાનો સમય ક્યાં મળે,
હશે અમારા થી ઉચા માનવીઓ, આપ પાસે,
માટે જ તો નીચે, અમ જેવા સંગ નજરો ક્યાં મળે,
ઘેરાવો પણ થઈ ગયો છે, મોટો આસપાસ,
ન કરી સકીએ સંગાથ, તુજના દિદાર ક્યાં મળે,
લોકો કહે છે, મન હોય તો પહૉચાય માળવે,
હસરત તો સૌને હોય, પણ એવા નસીબ ક્યાં મળે,
ન કહેતા પાછા, કર્મોના ફળ વિષે વિસ્તારે,
ફળ મેળવવા માટેના વા, વાદળ,, 'ને વૃક્ષ ક્યાં મળે,
મોટા કદની વાતો, પણ હોય મોટી ઘણી,
નાનાને આ વાતો ન સમજાય, તે સમજણ ક્યાં મળે.
નીશીત જોશી
બુધવાર, 15 સપ્ટેમ્બર, 2010
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો