શુક્રવાર, 10 સપ્ટેમ્બર, 2010

એક મરીજની વ્યથા


કંઇ ન હતુ અચાનક વ્યથાએ કર્યો હુમલો,
ત્વરીત દાખલો લેવો પડ્યો હકીમ પાસે, મિત્રો,

કરતા તો કરાવી નાખી ચીરફાડ શરીરની,
જીવનની સરગમ એકદમ બદલાય ગઇ, મિત્રો,

લઈ ગયા હતા અંદર ત્યારે હતો ભાનમા જ,
વાતો વાતોમા કર્યો એવો તે બેભાન, મિત્રો,

લઇને આવ્યા ખસેડીને બહાર, અંદરથી,
ભાનમા આવી જોયુ, થઈ ગયેલુ તમામ, મિત્રો,

વ્યથાની તો ન પુછો વાત, એવી તે વધતી થઈ,
આખી રાત કણસાવ્યો ખરો એ વ્યથાએ, મિત્રો,

કહે છે હળવુ થઈ જશે, આ દુઃખ થોડા દિનોમા,
અત્યારે તો તે એવુ અસહ્ય બની બેઠુ છે, મિત્રો,

પીડા છે, તો તે ભોગવ્યા વગર નથી છુટકો,
ભોગવી લીધા બાદ તો છુટીશુ પીડાથી, મિત્રો,

આશા અમર છે, માની લીધુ ચલો તે પણ,
સારા ,નરસા, બધા લેવાના છે અનુભવ, મિત્રો .

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો