રવિવાર, 19 સપ્ટેમ્બર, 2010
ચાંદની
મધુર યાદ બની આવી છે ચાંદની,
તુજ નામ કરવા આવી છે ચાંદની,
સુરજ ચાંદના સમીપની થાય વાતો,
સંગાથની એ પળ લાવી છે ચાંદની,
થતુ હોય જ્યારે તે મન ઉદાસ સાંજે,
મુશ્કારાતી એ ક્ષણ લાવી છે ચાંદની,
શોધો છો અહિં-તહિં શાને ચાંદ ને,
પુર્ણીમાનો ચાંદ સંગ લાવી છે ચાંદની,
યાદોમા અરિસાને નાખ્યો છે તોડી,
તુટેલા કાંચના ટુકડા લાવી છે ચાંદની,
તુટેલા કાંચના ટુકડા જોડાયા નહી,
હર ટુકડામા તુજ ચહેરો લાવી છે ચાંદની.
નીશીત જોશી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો