સમી સાંજના આ કેવા તે સમણા છે,
સામે છીએ પણ તેની ક્યાં ગણના છે,
નિતરતા નીરની વાતો કરે બેખુબીથી,
આંખોથી વહે છે તેની ક્યાં ગણના છે,
વીતી ગયેલી રાતોની યાદો સજાવે,
આ સોહામણી રાતની ક્યાં ગણના છે,
વાતો કરતા થાકતા નથી હોઠો શું,
પાડેલા ઉંચેથી સાદની ક્યાં ગણના છે,
હ્રદયનુ રૂધીર ચાલે છે ધીરે ધીરે,
બંધ થશે જો હ્રદય તેની ક્યાં ગણના છે,
કોઇતો સમણામા જ કાઢે છે જીવન,
સમણા થયા બમણા તેની ક્યાં ગણના છે,
હવે તો સમણાની કદર કર ‘નીશીત’,
મન વિલાપસે સમણાની પણ ક્યાં ગણના છે.
નીશીત જોશી
શુક્રવાર, 10 સપ્ટેમ્બર, 2010
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો